વિસાવદરમાં જુગાર દરોડો : ૧૩ ઝડપાયા

0

વિસાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૩ શખ્સોને રૂા.ર૭,૭૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાના સોળવદર ગામે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાધો
જૂનાગઢ તાલુકાના સોળવદર ગામના રણભાઈ સામતભાઈ ભાટી(ઉ.વ.પ૦)ને છેલ્લા દસેક વર્ષથી હરસ તથા ભંગદરની બિમારી હોય આ બિમારીથી કંટાળી જઈ પોતાની મેળે ફળીયામાં આવેલા આંબાની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બિલખા : મોટરસાઈકલને અકસ્માત નડતા યુવાનનું મૃત્યું
જૂનાગઢ જીલ્લાના બિલખા ખાતે ઈન્દીરાનગરમાં રહેતા જાેરૂભાઈ જીલુભાઈ વાંક(ઉ.વ.ર૭) મોટરસાઈકલ ચલાવી જઈ રહ્યા હતા તે દરમ્યાન રોડની સાઈડની ગટરમાં મોટરસાઈકલ નીચે ઉતરી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મૃત્યું થયું છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બનાવ અંગે બિલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

error: Content is protected !!