અકસ્માતમાં ઈજા પામ્યાના બનાવ અંગેની અઢી માસ સુધી ફરિયાદ પોલીસ ન લેતા જૂનાગઢ આઈજીને પત્ર પાઠવી ફરિયાદ લેવા ભોગબનારની માતાએ અરજી કરી

0

જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના કણજા ગામના સબ્બીર હુસેનભાઈ કાઠી નામના સગીર ટ્રકમાં કલીનર તરીકે કામગીરી કરે છે. આ દરમ્યાન તેના ટ્રકને અઢી માસ પહેલા વેરાવળના ભાલકા બ્રીજ ઉતરતા અકસ્માત થતા તેના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના બનાવ અંગે જે તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી તેના પરિવારજનોએ કરી હતી પરંતુ પ્રભાસ-પાટણ પોલીસે એફઆઈઆર દાખલ ન કરી હોવાના પગલે આ અંગે રજુઆતો કરવામાં આવી હતી અને તેમ છતાં હજુ સુધી કાર્યવાહી ન થતા આખરે ભોગ બનનારની માતાએ પ્રભાસ-પાટણ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે તે માટે ગીર-સોમનાથ જીલ્લાના પોલીસ વડા તથા જૂનાગઢ રેન્જ આઈજીને એક વિસ્તુત પત્ર પાઠવીને કાર્યવાહી કરવાની માંગણી કરે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ જિલ્લાના કણઝા ગામનો એક સગીર ટ્રકમાં ક્લિનરનું કામ કરતો હતો. તેને વેરાવળના ભાલકા બ્રિજ પાસે અકસ્માત નડતાં એક પગમાં ગંભીર ઇજા પહોંચી છે. જાેકે, આ બનાવમાં પોલીસ ડમ્પર ચાલક અને ટ્રક માલિક સામે એફઆઇઆર ન નોંધતી હોવાથી તેને વળતર મળે એમ ન હોઇ આ અંગે તેની માતાએ ગીર-સોમનાથ એસપી અને આઇજીને પત્ર લખ્યો છે. વંથલી તાલુકાના કણઝાનો સબ્બીર હુસેનભાઇ કાઠી નામનો સગીર ટ્રકમાં ક્લિનર તરીકે કામ કરે છે. તેના ટ્રકને ગત તા.૨૫ ફેબ્રુ. ૨૦૨૩ ના રોજ વેરાવળના ભાલકા બ્રિજ ઉતરતાં અકસ્માત થતાં તેના પગમાં ગંભીર ઇજા થઇ હતી. આથી સબ્બીરની માતા હસીનાબેન તેને લઇને ફરીયાદ નોંધાવવા પ્રભાસ પાટણ પોલીસ મથકે બે વખત જઇ આવ્યા છત્તાં પોલીસે તેની એફઆઇઆર નોંધી નહોતી. વળી પ્રભાસપાટણ પોલીસે કણઝા કેમ્પ કરીને પણ સબ્બીર, કોંગ્રેસના આગેવાન, ગામના સરપંચના પતિ સહિત કુલ ૫ લોકોના નિવેદનો લીધા. આ મામલે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી. ટી. સીડાએ પણ રજૂઆતો કરી હતી. પણ પોલીસે એફઆઇઆર નથી નોંધી. આથી આખરે હસીનાબેને પ્રભાસપાટણ પોલીસ એફઆઇઆર નોંધે એ માટે ગીર સોમનાથ એસપી અને જૂનાગઢ રેન્જ આઇજીને પત્ર લખી ફરીયાદ લેવા માંગણી કરી છે. પત્રમાં એવી ભિતી પણ વ્યક્ત કરી છે કે, જાે બનાવના ૩ માસ બાદ ફરીયાદ થાય તો પોતાના પુત્રને ગંભીર ઇજાનું વળતર મેળવવાનો અધિકાર પણ ચાલ્યો જાય. પોલીસ આ કેસમાં ડમ્પર માલિક અને સબ્બીર જેમાં કામ કરતો હતો એ ટ્રકના માલિકને બચાવવા ગુનો નોંધતી ન હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

error: Content is protected !!