મંગળવારે આકાશમાં ચંદ્ર-શુક્રની યુતિ નજીકતાના દર્શન

0

આકાશમાં મિથુન રાશિમાં પશ્ચિમ ક્ષિતિજે જાેવા મળશે : રાત્રીના ૮ કલાક પ૧ મિનિટે ર અંશે જાેવા મળશે : અવકાશી નજારો નિહાળવા વિજ્ઞાન જાથાની અપીલ

આકાશમાં સમયાંતરે ખગોળીય ઘટના બને છે. શોધાયેલા ગ્રહો અને વણશોધાયેલા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આકાશમાં મિથુન રાશિમાં ર અંશ ડિગ્રીએ પશ્ચિમ ક્ષિતિજે મંગળવાર તા. ર૩ મી એ રાત્રિના ૮ કલાક પ૧ મિનિટે ચંદ્ર-શુક્રની યુતિ નજીકતા, કલોઝ એન્કાઉન્ટરના દર્શનનો અદ્દભુત અવકાશી નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે મંગળવાર રાત્રિના ૮ કલાક પ૧ મિનિટે પશ્ચિમ ક્ષિતિજે બે અંશે ચંદ્ર-શુક્રની બંને મિથુન રાશિમાં નજીકતાના દર્શનનો અદ્દભુત નજારો જાેવા મળશે. એકબીજાને મળવા આતુર હોય તેવા નજારો નરી આંખે, દૂરબીન કે ટેલીસ્કોપથી જાેઈ શકાશે. આ અવસરનો લાભ લેવાનું ચૂકશો નહિ. ઘરની અગાસી કે નર્જનિ જગ્યાએથી આહલાદ જાેઈ શકાશે. ખગોળીય ઘટના જાેવા માણવા માટે હોય છે. જાથાનું દેશવ્યાપી અભિયાનમાં લોકો અવકાશ તરફ નજર કરતા થાય તે માટે દેશભરમાં આયોજનો કરવામાં આવે છે. વધુમાં જયંત પંડયા માહિતી આપતા જણાવે છે કે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ ચંદ્ર પડોશી કે મિત્રતાની વ્યાખ્યામાં આવે છે. ચંદ્રની ગુરૂત્વાકર્ષણને લીધે સમુદ્રમાં ચડતી-ભરતી એક જાતની બે્રકનું કાર્ય બજાવે છે. પૃથ્વીના પરિભ્રમણને તે સતત ધીમું પાડે છે માટે ચંદ્ર દૂર ખસતો જાય છે. સદીઓ પહેલા ચંદ્ર ફક્‌ ૧પ,૦૦૦ કિલોમીટર દૂર હતો ત્યારે પૃથ્વી માત્ર ૪.૮ કલાકમાં એક ચકરાવો પૂરો કરતી હતી. આજે તે ર૪ કલાકનો સમય લે છે અને ચંદ્ર ૩,૮૪,૪૦૦ કિલોમીટર છેટે જતો રહ્યો છે. સદીઓ પછી પૃથ્વીનો પરિભ્રમણનો એક ચકરાવો પૂરો કરવા માટે ૪૭ કલાક લેવાનો છે. જેથી દિવસ બમણો લાંબો બનશે. ચંદ્રને પૃથ્વીની પ્નદક્ષિણા કરતા ર૭.૩ દિવસ લાગે છે. જયારે આકાશમાં શુક્ર એકબીજાને નજીકથી જાેવાનો મળવાનો છે. શુક્ર ગ્રહ ધોળે કે બપોરના સમયે પણ આકાશમાં જાેવા મળે છે. કદની અને દ્રવ્યની રીતે જાેતા શુક્ર આપણી પૃથ્વીના જાેડકા ગ્રહ જેવો છે. સૂર્ય ફરતે પ્નદક્ષિણા કરતા શુક્રને રર૪.૭ દિવસ લાગે છે. પૃથ્વીના ર૪૩ દિવસો બરાબર શુક્રનો ફક્‌ ૧ દિવસ ગ્રહ હોવા છતાં શુક્રને ચળકાટ-તેજસ્વીતાના કારણે અમુક તારો સમજે છે. આકાશમાં શુક્રની તેજસ્વીતાના કારણે આફ્રિન થઈ જવાય છે. નરી આંખે જાેવો ગમે છે. જાથાના પંડયા જણાવે છે કે આગામી મંગળવારે રાત્રિના ૮ કલાક પ૧ મિનિટથી ચંદ્ર-શુક્રની નજીકતા કલોઝ એન્કાઉન્ટરની અવસ્થામાં નિહાળવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!