દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર અશોક શર્માએ લોકોના પ્રશ્નોને સાંભળીને તેઓના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને સુચન કર્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી અરજદારો પોતાની રજૂઆતો લઈને આવ્યા હતા. કુલ ૧૪ જેટલા પ્રશ્નો જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવ્યા હતા. કલેકટર અશોક શર્માએ કવી દુલા ભાયા કાગ બાપુના ભજન “હે જી તારા આંગણિયા પુછીને જાે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે” ને યાદ કરી તમામ અધિકારીઓને કચેરી ખાતે આવતા અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક અભિગમ સાથે નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જાેટાણીયા સાથે વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.