મોડપર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ માટે વિના મૂલ્યે કેમ્પ યોજાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ સંકલ્પને સિદ્ધ કરવા ભાણવડ તાલુકાના મોડપર ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રકાશ ચાંડેગ્રાના આયોજન અને આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિખિલ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના સગર્ભા મહિલાઓ માટે શારીરિક તાપસના હેતુથી અહીંની ક્રિશા હોસ્પિટલના ડો. ભરત ગઢવી દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી. જેમાં મોડપર અને આજુ-બાજુના ગામોની ૫૨ જેટલી સગર્ભા મહિલાઓની આરોગ્ય તાપસમાં તેઓનું વજન, ઊંચાઈ, લોહીની ટકાવારી, બ્લેક પ્રેસર વિગેરે જેવા રિપોર્ટ્‌સ કરી, દવાઓ આપવામાં આવી હતી. આ સાથે જરૂરિયાતવાળા બહેનોને લોહીની ટકાવારી માટે આયર્ન સુક્રોઝના બાટલા ચડાવી સારવાર આપવામાં આવી હતી. મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જહેમત અને સહયોગથી આ કેમ્પ સફળ બની રહ્યો હતો.

error: Content is protected !!