ઉના તાલુકાની મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના કર્મચારીઓ માટે રહેઠાણની કોઈ ચોકકસ સુવિધા
ગુજરાત સરકાર દ્વારા ઉપ્લબ્ધ થયેલ ન હોય આ બાબતે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે ખાસ અગ્રતા આપીને સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તક આગામી સમયમાં નિર્માણ થનાર રેવન્યુ ક્વાર્ટરના રૂા.૬.૨૦ કરોડના કામનું ભૂમિપુજન તથા ખાતમુહૂર્ત સમારોહ તા.૨૪-૫-૨૦૨૩ને ગુરૂવારના રોજ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના વરદ હસ્તે યોજાયેલ હતો. રેવન્યુ કર્મચારીઓ માટેના ૩૦ બ્લોક તથા મામલતદારના નિવાસ સ્થાન સાથેના આ પ્રોજેટની આધારશીલા રાખવાના પ્રસંગે નાયબ કલેકટર રાવલ, મામલતદાર ખાંભરા, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઇ ડાભી, પ્રકાશભાઈ ટાંક, શહેર ભાજપા પ્રમુખ મિતેષભાઈ શાહ, મહામંત્રી સુનિલભાઈ મુલચંદાણી, કાંતીભાઇ છગ, નગરપાલિકાના નગર સેવકો સર્વ પરેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ બાંભણીયા, બાબુભાઈ ડાભી, રામજીભાઈ વાજા, રાજેશભારથી ગૌસ્વામી, ધીરૂભાઇ છગ તથા માર્ગ મકાન વિભાગના સિનિયર અધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.