ફરજ ઉપરના કર્મીઓ યાત્રિકો સામે તોછડાઇ ભર્યા વર્ત કરતા હોવાની બુમ : જગત મંદિરમાં પૈસાઓ લૈઇ આગળથી દર્શન કરવાતા હોવાની ફરીયાદ ઉઠી
યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકધીશ જગત મંદિરે દુર દુરથી આવતા યાત્રિકોને શાંતીથી દર્શન ન થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી દ્વારકાધીશ જગત મંદિરે કેટલાક ફરજ ઉપરના કર્મીઓ અને પંડાઓ દ્વારા યાત્રિકો યજમાનો પાસેથી પૈસાઓ વસુલી આગળથી દર્શન કરવામાં આવી રહ્યા હોવાની અન્ય યાત્રિકોમાં ફરિયાદ ઉઠી છે. દ્વારકાધીશના દર્શન યાત્રિકોને શાતીથી ન થતા હોય કચવાટ ફેલાયો છે. જગત મંદિર જાણે વિઆઇપીઓ માટે મંદિર બની ગયુ હોય તેમ દરરોજ વિઆઇપીઓને દર્શન સહિતની સુવિધાઓ તંત્ર પુરૂ પાડતું હોય છે. દુર દુરથી આવતા સામાન્ય યાત્રિકો કેટલીક મિનીટો અને કલાક સુધી લાઇનમાં ઉભી ગર્ભગૂહ બહાર દર્શન કરવા પહોચે એટલામાંતો ફરજ ઉપર રહેલા કર્મીઓ યાત્રિકોને ઠાકોરજી સામે ઉભીને એક મિનીટે દર્શન કરવા દેતા ન હોય ધક્કા મારી આયોગ્ય શબ્દો બોલી રૂબાબ જમાવતા હોવાથી યાત્રિકોમાં કચવાટ ફેલાયો છે. ભગવાનતો ધનવાન હોય કે ગરીબ બધા માટે સરખા હોય છે. પરંતુ ધનવાન લોકો માટે મંદિરમાં દર્શનની ખાસ વ્યવસ્થા થતા અન્ય લોકો યાત્રાધામ દ્વારકા પ્રત્યે નારાજ થઇને જતા હોવાની યાત્રિકોમાં બુમ ઉઠી છે. દુર દુરથી આવતા દ્વારકાધીશજીના ભક્તોને વ્યવસ્થિત દર્શન થઇ શકે એ માટે જીલ્લા કલેકટર દ્વારકા મંદિર વ્યસ્થાપક અધ્યક્ષ યાત્રિકોની લાગણીને ધ્યાને લઇ સુંદર વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠવા પામી છે.