જૂનાગઢના મલેક અયાનની ધો.૧૦માં ઝળહળતી સફળતા

0

ગઈકાલે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે જૂનાગઢના મલેક અયાને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. માર્ચ ર૦ર૩ના ધો.૧૦ના જાહેર થયેલા પરિણામમાં મલેક અયાને ૯૯.પ૬ પીઆર પ્રાપ્ત કર્યા છે. જૂનાગઢના તેજસ્વી વિદ્યાર્થી મલેક અયાન ઈરફાનભાઈએ ગુજરાતીમાં ૯ર માર્ક મેળવી એ-૧ પ્રાપ્ત કરેલ છે. જયારે સોશ્યલ સાયન્સમાં ૮૭ ગુણ સાથે એ-ર ગ્રેડ મેળવેલ છે. સાયન્સમાં ૮૯ ગુણ પ્રાપ્ત કરી એ-ર ગ્રેડ મેળવ્યો છે. જયારે ઈંગ્લીશમાં ૯૧ ગુણ સાથે એ-૧, સંસ્કૃતમાં ૯પ ગુણ સાથે એ-૧, બેઝીક મેથ્સમાં ૯૮ ગુણ સાથે એ-૧ પ્રાપ્ત કરેલ છે. જયારે કોમ્પ્યુટર એઝયુકેશન-ટીમાં એ-૧ અને કોમ્પ્યુટર એઝયુકેશન-પીમાં એ-૧ પ્રાપ્ત કરી અને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે ઝળહળતી સફળતા મેળવનાર મલેક અયાન ઈરફાનભાઈને શાળા, ટયુશન કલાસીસ તેમજ સ્નેહીજનો દ્વારા વધુ યશસ્વી પ્રગતી કરે તેવી શુભકામના સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

error: Content is protected !!