જૂનાગઢની ઝાંઝરડા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સટેશનને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે મુજબ ઝાંઝરડા ચોકડી નજીકથી વિદેશી દારૂની ૧૪૮૮ બોટલ ભરેલી બોલેરો કારને ઝડપી પાડી એક ઈસમને ઝડપી પાડી કુલ ૯.પ૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ખામધ્રોળ ચોકડીથી ઝાંઝરડા ચોકડી તરફ ચોબારી ફાટક ખાતે લઈ જતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઝાંઝરડા ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવીને બેઠો હતો. દરમ્યાન એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની પિકઅપ બોલેરો જીપને કોર્ડન કરી રોકાવી હતી. જેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૪૮૮ જેની કિંમત રૂા.પ,૯પ,ર૦૦ મળી આવી હતી. જેના આધારે પોલીસે આરોપી ડ્રાઈવર મુકેશકુમાર સુખરામ ગોદારા(ઉ.વ.રપ) રહે. રાજસ્થાનને ઝડપી પાડયો હતો. જૂનાગઢ બી ડીવીઝન પોલીસે મોબાઈલ ફોન, વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂા.૯,પ૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત હાજર મળી ન આવેલ આરોપી ગોગી જબરામ રહે. રાજસ્થાન, અનીલકુમાર બિસ્નોઈ રહે.રાજસ્થાન અને ધવલ મહેતા રહે.મધુરમ બાયપાસ જૂનાગઢ વાળા વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના ભંગારના કારખાનામાં જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા
જૂનાગઢ એલસીબીએ સાબલપુર જીઆઈડીસી જય ભવાની એસ્ટેટ વિસ્તારમાં ભંગારના કારખાનામાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લઈને સ્થળ ઉપરથી ર૦રપ૦ રોકડા અને ૬ મોબાઈલ સહિત ૮૧ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

વંથલી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત : એકનું મૃત્યું
કેશોદ-વંથલી હાઈવે ઉપર વંથલી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જતા બાઈક ચાલકનું મોત નિપજયું છે. ઘટનાને પગલે તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વંથલી નજીક આવેલ પેટ્રોલ પંપમાંથીબાઈક ચાલક પેટ્રોલ પુરાવી હાઈવે રોડ ઉપર જતા હતા. તે વેળાએ કેશોદ તરફથી પુરપાર ઝડપે આવી રહેલી કારે બાઈક ચાલકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેના વંથલી તાલુકાના વસપડા ગામના રહેવાસી ગોવિંદભાઈ નાથાભાઈ ડાભી(ઉ.વ.પ૬) પોતાની બાઈક નંબર જીજે-૧૧-બીએફ-૧૬૦પ લઈને પેટ્રોલ પંપમાંથી બહાર નીકળતાની સાથે કાર નંબર જીજે-ર૧-એએ-૮૬૬૬ના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક હવામાં ફંગોળાઈ જઈને પટકાયો હતો. જેના લીધે તેમને પગના તથા માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. સારવાર અર્થે વંથલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ ઉપરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાઈક ચાલના પુત્ર અરૂણભાઈ ડાભીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વંથલી તાલુકાના ઉમટવાડા ગામની સીમમાં આવેલ મુરઘા ફાર્મમાંથી ચોરી
વંથલી તાલુકાના ઉમટવાડા ગામની સીમ વિસ્તારમાં આવેલા મરઘા ફાર્મમાં ચોરીનો બનાવ બનેલ છે. વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર મહમદ ફારૂક અબ્દુલ હમીદ(ઉ.વ.પ૯) રહે.જૂનાગઢ, ઢાલરોડએ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીના મરઘા ફાર્મમાં ખુલ્લી જગ્યામાં રાખેલ લોખંડના ગડર આશરે ૩૦ નંગ તથા લોખંડના એંગલ આશરે ૪૦ નંગ તથા બોરમાંથી પાણી ખેંચવાની ડીપવેલ પંપ તથા જેટ પંપ પાંચ નંગ તથા ડીપવેલ પંપની ઈલેકટ્રીક મોટર નંગ-ર તથા વજનના ર૦ કિલોગ્રામનાં મણુંકા નંગ-૧૧ તથા વજનના ૧૦ કિલો વજનતોલા નંગ-ર તથા સાડા સાત હોર્સ પાવરની સબમર્શીબલ પંપ નંગ-ર તથા પાંચ હોર્સ પાવરની હાંડી મોટર(પંપ) નંગ-૧ તથા છુટક લોખંડનો ભંગાર વિગેરે સામાન તમામની આશરે કિં.રૂા.૮પ,૦૦૦ની કોઈપણ અજાણ્યા ઈસમએ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાના તોરણીયા નજીક અલ્ટ્રો કાર ભેંસો સાથે અથડાતા એક ભેંસનું મૃત્યું
જૂનાગઢ તાલુકાના તોરણીયા જુઠાભાઈ માંડાભાઈ ભારાઈ(ઉ.વ.૬પ)એ બ્લુ કલરની અલ્ટો કાર નંબર જીજે-૧પ-પીપી-૩૧૬૯ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કારના ચાલકે બેફીકરાઈભરી રીતે કાર ચલાવી અને ફરિયાદીની ભેંસો સાથે અથડાવી ફરિયાદીને શરીરે મુંઢ ઈજાઓ કરી તથા ભેંસનું મોત નિપજાવી અલ્ટો કાર ચાલક પોતાની અલ્ટો કાર સ્થળ ઉપર મુકી નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં દેશી હાથ બનાવટો તમંચો અને કાર્ટીસ સાથે એક ઝડપાયો
એસઓજી પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ એસઓજીના એએસઆઈ મહેન્દ્રભાઈ વાલાભાઈએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, સીરાજશા હમીદશા રફાઈ(ઉ.વ.૩૦) રહે.જાેષીપરા, હર્ષદનગર, નંદવન સોસાયટી તેમજ હાજર નહી મળી આવનાર રાજેશ ગંગાસીંગ રાજાવત રહે.ઈસુરી જીલ્લો ભીંડ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-૧નાએ ગેરકાયદેસર આધારપરવાના વગર દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ તથા જીવતો કાર્ટીસ નંગ-૧ આરોપી નં-રના પાસેથી મેળવી અને રેડ દરમ્યાન તમંચો નંગ-૧ રૂા.૧૦ હજાર તથા જીવતો કાર્ટીસ નંગ-૧ રૂા.૧૦૦ મળી કુલ રૂા.૧૦,૧૦૦ના મુદ્દામાલ સાથે આરોપી નં-૧ ઝડપાઈ ગયેલ છે. પોલીસે હથીયારધારા ભંગ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!