દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાનનો ભાણવડથી પ્રારંભ

0

અભિયાનનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા : બાળકોને પોલિયોથી રક્ષિત કરવા કેબિનેટ મંત્રીની અપીલ

ભારત દેશ હાલ પોલિયો મુક્ત થયો છે. પરંતુ હજુ પડોશી દેશોમાં સંપૂર્ણ પણે પોલિયો નાબૂદ થયો ન હોવાથી આ રોગ ફેલાવવાની શક્યતા રહેલી છે. જે અંતર્ગત ભારતમાં ગઈકાલે રવિવારે પોલીયો વેકસીનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી, પોલીયો રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ન્યારા એનર્જી તેમજ આઈ.આઈ.પી.એચ.જી.ના સહયોગ દ્વારા ચાલતા સી.એમ.ટી.સી.ની વિઝીટ કરી, કુપોષણની હાલની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ વધુમાં વધુ બાળકોને સારવાર મળે રહી તેવુ સૂચન પણ તેમણે કર્યું હતું. ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયો ટીપા પીવડાવી પોલિયોથી રક્ષિત કરવા માટે અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે પોલિયો રસીકરણ પ્રથમ દિવસે બુથ ઉપર કામગીરી કરવાની હોય છે અને પછીના બે દિવસ ઘરે ઘરે જઈ અરક્ષિત બાળકોને પોલિયો ડ્રોપ આપવામાં આવશે. આ સમગ્ર આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચાંડેગ્રા અને ભાણવડ આરોગ્ય ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાની મહાદેવ વાડો આંગણવાડી કેન્દ્ર રસી અભિયાનનો પ્રારંભ કરાવતા કલેક્ટર
સમગ્ર દેશમાં પોલિયો વેક્સિનના એસ.એન.આઇ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયાની મહાદેવ વાડો આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટર અશોક શર્મા તેમજ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાના કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. રવિવારે જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રાથ. આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો ઉપર બુથનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલિયોથી રક્ષિત કરવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન.ભંડેરી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. અખિલેશ તિવારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
માતા-પિતાએ બાળકને અવશ્ય પોલિયોના ટીપાં પીવડાવવા જાેઈએ : મિત્તલબેન ચોપડા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે પોલિયો વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોને પોલિયોની રસી પીવડાવી પોલીયોથી રક્ષિત કરી રહ્યા છે. ખંભાળિયાના મહાદેવ વાડો આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકી નિત્યા ચોપડાને પોલિયોના ટીપાં પીવડાવવા આવેલા તેના માતા મિત્તલબેન ચોપડાએ જણાવ્યું હતું કે, “આજરોજ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. બાળકોને આ ટીપાં પીવડાવવા જરૂરી છે. જેથી આપણે આપણા બાળકને પોલિયોથી રક્ષિત કરી શકીએ. તમામ માતા – પિતાએ પોતાના પાંચ વર્ષ સુધીના બાળકને અવશ્ય પોલિયોના ટીપાં પીવડાવવા જાેઈએ.”

error: Content is protected !!