જૂનાગઢના ઉપરકોટની આજે મુસ્લીમ સમાજના અગ્રણીઓ લેશે મુલાકાત

0

ઉપરકોટમાં કરાયેલ ડીમોલેશન બાદ નરસિંહ વિદ્યા મંદિર ખાતે મુસ્લીમ સમાજની મીટીંગ યોજાઇ હતી. આ અંગે વહાબભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે, ઉપરકોટમાં સરકારી તંત્ર દ્વારા શનિવારના વ્હેલી સવારે ડીમોલેશન કરવામાં આવ્યું હતું. બાદમાં તાત્કાલીક મેસેજ કરીને નરસિંહ વિદ્યા મંદિરના ગ્રાઉન્ડમાં મુસ્લિમ સમાજની મિટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં ૨,૦૦૦ જેટલા મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. આમાં કોર્પોરેટરોમાં અદ્રેમાનભાઈ પંજા, રાજુભાઈ સાંધ, ઈબ્રાહીમભાઈ કુરેશી, વહાબભાઈ કુરેશી, અબ્બાસભાઈ કુરેશી, અસલમભાઈ કુરેશી વિગેરે અને હુસેનભાઈ દલ, ઈમ્તિયાઝ ખાન પઠાણ, અલીભાઈ સાંધ, અસલમભાઈ કુરેશી, યુસુફભાઈ મલેક, હનીફ બાબા, અશરફભાઈ હાલા, આદમભાઈ હાલા, શરીફભાઈ હાલા, ઈસ્માઈલભાઈ દલ, હાસમભાઈ હિંગોરા, ડો. હારૂનભાઈ વિશળ, રહીમભાઈ જુણેજા, મુજાહીદભાઈ મલેક, સલીમભાઈ અઝહરી વિગેરે આગેવાનો તથા મુફતીઓ અને મૌલવીઓ સહિતના હાજર રહ્યા હતા. હુસેનભાઈ દલ, ઈમ્તિયાઝ ખાન પઠાણ, રાજુભાઈ સાંધ વિગેરેએ સંબોધન કર્યું હતું અને આ બાબતે મુસ્લિમ સમાજના આગેવાનો એ અત્યાર સુધીમાં કરેલ કાર્યવાહી અને હવે પછી કરવાની કાર્યવાહી અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી. ઉપરકોટ ઉપર શું શું ડીમોલેશન થયું છે તે જાણવા મુસ્લિમ સમાજના આગેવાનો સ્થળ ઉપર જઈ ખરાઈ કરવા માંગતા હોય મંજૂરી આપવા રજૂઆત કરી હતી. જે અન્વયે તંત્ર તરફથી મંજૂરી આપવામાં આવી હતી. હવે સોમવારે ૮ મુસ્લિમ અગ્રણીઓ ઉપરકોટમાં જઇ સ્થળ નિરીક્ષણ કરશે. આ મીટીંગ બિલ્કુલ શાંતમય વાતાવરણમાં પુરી થઈ હતી. હવે પછી પણ કાયમ માટે આવી જ શાંતી જાળવી રાખવા આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને વિનંતિ કરી હતી અને હાઈકોર્ટમાં રીટ પીટીશન પેન્ડીંગ છે તેમાં રજૂઆત કરી હાઈકોર્ટથી ન્યાય મેળવવા સર્વ સંમતીથી નક્કી થયું હતું. દરમ્યાન ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મુલાકાત અંગે સોમવારે એસડીએમ સાથે વાત કરી યોગ્ય સમય આપવામાં આવશે.

error: Content is protected !!