જૂનાગઢ જીલ્લાના બિલખા તાબાના માંડણપરા ગામની સીમ નજીક જાહેરમાં જુગાર રમતા સાત વ્યકિતને પોલીસે ઝડપી લીધેલ છે. આ બનાવ અંગે બિલખા પોલીસે આપેલી વિગત અનુસાર ચોક્કસ બાતમીના આધારે બિલખા પોલીસે માંડણપરા ખાતે રહેતા વલ્લભભાઈ બીજલભાઈ મકવાણાના ખેતર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા વલ્લભભાઈ મકવાણા, મણીભાઈ કોટડીયા, લાલજીભાઈ ગરેજા, અજયભાઈ વાજા, નિલેશભાઈ રાવરાણી, સુરેશભાઈ પટોડીયા, રવજીભાઈ સતાશીયા વિગેરેને હારજીતનો જુગાર રમતા રૂા.૧૩,૪૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બિલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.