દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શહેર યુવા ભાજપના હોદ્દેદારોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે સક્રિય કાર્યકર કિશનભાઈ ગોહેલ, મહામંત્રી તરીકે દેવ શાહ અને બ્રિજરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ ગઢવી, ભૌમિક ત્રિવેદી, ભાર્ગવ ઘઘડા, દિવ્ય જાેશી અને શક્તિ ગઢવી તેમજ મંત્રી તરીકે હાર્દિકસિંહ જાડેજા, હેમાંગ પિત્રોડા, તુષાર નડીયાપરા, મીત સવજાણી અને તપન શુક્લ જ્યારે કોષાધ્યક્ષ તરીકે દર્શિલ બારોટ અને આઈ.ટી. સેલ માટે પાર્થ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્ત યુવા કાર્યકરોની આ ટીમને સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર વિગેરેએ આવકારી અને અભિનંદન પાઠવ્યા હતા.