Thursday, September 28

ખંભાળિયાના ક્રિકેટ પ્રેમીઓએ આઈ.પી.એલ.ની ફાઈનલ મેચ સમૂહમાં નિહાળી

0

ફક્ત ખંભાળિયા જ નહી પરંતુ સમગ્ર ભારતમાં અત્યંત ઉત્તેજનાસભર અને ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વની એવી આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટના સોમવારે રાત્રે યોજાયેલા ફાઈનલ મેચમાં અંત સુધીની ભારે રસાકસી અને ઇંતેજારી સાથેનો મેચ ખંભાળિયાના અનેક લોકોએ સમૂહમાં નિહાળ્યો હતો. અહીંના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અમિત નકુમ દ્વારા વેદાંત હોસ્પિટલ ખાતે વિશાળ સ્ક્રીન ઉપર લાઈવ ક્રિકેટ મેચ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત તથા ચેન્નઈ વચ્ચેની આ ફાઈનલ મેચ વરસાદી વિઘ્ન પછી પણ મોડી રાત્રે સંપન્ન થઈ હતી. છેલ્લા બોલ સુધી ઉત્તેજનાસભર બની રહેલી આ ફાઈનલ ક્રિકેટ મેચમાં હાલારના સપૂત સર જાડેજાની બેટિંગથી સૌ કોઈ આફરીન પોકારી ગયા હતા. અત્યંત રસાકસી ભરી આ ક્રિકેટ મેચમાં ડોક્ટર અમિત નકુમ સાથે ક્ષત્રીય અગ્રણી ઇન્દ્રજીતસિંહ પરમાર, હરિભાઈ નકુમ, માનભા જાડેજા, માહી સતવારા, અશોકભાઈ કાનાણી વિગેરે જાેડાયા હતા.

error: Content is protected !!