અંધશ્રદ્ધાળુ પતિના ત્રાસમાંથી પરિણીતાને મુક્ત કરાવતી અભયમ ટીમ

0

રાજ્ય સરકારે મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવીને નોંધપાત્ર ખેડાણ કર્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરૂ પાડી રહી છે. ત્યારે રાજકોટ મહિલા અભયમ ટીમે અંધશ્રધ્ધામાં ગરકાવ પતિના ત્રાસમાંથી મુક્ત કરીને મહિલાને સુરક્ષા કવચ પુરૂ પાડ્યું હતું. ૧૮૧ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરતાં પીડિતાની મદદ માટે ગયેલ અભયમ ટીમના કાઉન્સેલર શિવાનીબેન પરમાર અને ટીમ સભ્ય ભાનુબેન મઢવીને જણાવ્યું હતું કે, પતિ-પત્નીનું લગ્ન જીવન શરૂઆતના સમયમાં સારી રીતે ચાલતું હતું પરંતુ સમય જતાં ધીરે ધીરે પતિએ અંધશ્રધ્ધાના નામે રોક-ટોક કરવાનું શરૂ કરી દીધું હતું. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા દોઢ વર્ષથી પિયર ગઈ નથી. મને માતા-પિતાને મળવાની ખુબ ઈચ્છા હતી. હું જ્યારે પણ પિયર જવાની વાત કરૂ તો મારા પતિ ધુણવા લાગે અને અંધશ્રધ્ધાના નામે ડરાવીને પિયર જઈશ તો તારા બંને બાળકોનું ખરાબ થશે જેવી વાતો કહીને મને ધમકવવા હતા. તેથી સહનશક્તિ ખતમ થતાં આખરે ૧૮૧ અભયમ મહિલા ટીમને મદદ માટે બોલાવી હતી. અભયમ ટીમે સમગ્ર ઘટના જાણીને પીડિતાને ઘરેલું હિંસા વિરોધ અંગેના કાયદાઓ અને નિયમો વિશે અવગત કરી હતી. તેમજ પતિ અને સાસરીયા પક્ષનું કાઉન્સેલિંગ કરતા પતિએ પોતાની ભૂલ સ્વીકારી પીડિતની માફી માંગી અને પીડિતાને પિયર જવા દેવા માટે હવે પછી ક્યારેય બાધ્ય નહિ કરે તેની ખાતરી આપી હતી.

error: Content is protected !!