રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના દર્દીઓ માટે તાલુકા કક્ષાનાં ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતેથી દર્દીઓને નિઃશુલ્ક સેવાનો લાભ મળશે, જેનો લાભ લેવા મંત્રી બાવળિયાએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે મોડલ રાજ્ય બન્યું છે. વડાપ્રધાનની “વન નેશન,વન ડાયાલીસીસ”ની આગવી પહેલ હેઠળ કિડની સંબંધી બીમારી સાથે સંકળાયેલા દર્દીઓને ૩૦-૪૦ કિમી ત્રિજ્યામાં જ ડાયાલીસીસની સારવાર મળી રહે તેવા સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.