માંગરોળમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનેકવિધ સંસ્થાઓ સાથે બીચ સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

0

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિનના ઉપલક્ષે માંગરોળ ખાતે દરિયા કિનારાની સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. ગદ્રે મરીન એક્ષપોર્ટ પ્રા.લી.ચોરવાડ, સંજીવની નેચર ફાઉન્ડેશન સાથે અંબુજા સીમેન્ટ, કોડીનાર, સિધ્ધી સીમેન્ટ સુત્રાપાડા, જી.પી.સી.બી. ફોરેસ્ટ વિભાગ, પરમેશ વિધાલય, સ્ટાફ, વિદ્યાર્થીઓ શિવમ ચક્ષુદાન આરેણા નગરપાલિકા માંગરોળના કર્મચારીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ જાેડાયેલ અને દરિયા કિનારાની સફાઈની સુંદર કામગીરી કરી ત્રણ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવેલ હતો. દરેક સંસ્થાઓના અધિકારીઓ સાથે ઓ.બી.સી. મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, ખારવા સમાજ પ્રમુખ પરસોતમભાઇ ખોરાવા જાેડાયેલ હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પર્યાવરણ પ્રેમીઓએ પર્યાવરણ બચાવવાં શપથ લીધેલ હતા. ગદ્રે મરિન ચોરવાડ દ્વારા ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ અને સફાઈને લગતી સમગ્રીનું વિતરણ કરેલ, મંડપ વ્યવસ્થા સિધ્ધી સીમેન્ટ અને ટોપીનું વિતરણ જી.પી.સી.બી. તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળાનું વિતરણ કરેલ હતું.

error: Content is protected !!