નેચર ફસ્ટ તથા ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા ગિરનાર ઉપર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

0

પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા કરતા નેચર ફર્સ્ટ ગ્રુપના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ અને ગિરનાર રોપવેના સ્ટાફના સહયોગથી ગિરનાર ઉપર અંબાજી મંદિરના પાછળના ભાગે પ્રકૃતિ માટે ઝેર સમાન જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેમાં નેચર ફર્સ્ટના યુવાનો સાથે હ્યુમનીટી ફર્સ્ટ ગ્રુપના યુવાનો તથા ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ તેમજ સ્થાનિક ગિરનાર રોપવેના અધિકારીઓ તેમજ સ્ટાફના યુવાનો જાેડાયા હતા. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર આજે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને ઘણી બધી સરકારી સંસ્થાઓ અર્ધ સરકારી સંસ્થાઓ એનજીઓ દ્વારા આ દિવસની અલગ-અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢમાં ઘણા લાંબા સમયથી નિસ્વાર્થ ભાવે પ્રકૃતિની સતત ચિંતા કરતા યુવાનોની ટીમ નેચર ફર્સ્ટ દ્વારા ગિરનાર ઉપર પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન માટે નેચર ફર્સ્ટના ભરત બોરીચા દ્વારા ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરતા કંપનીના અધિકારી દ્વારા આ વાતને વધાવી લઇ શક્ય એટલો સહયોગ આપવા અને અભિયાનમાં તેમની પણ ટીમ સહયોગ માટે સાથે જાેડાશે તેવી ખાતરી આપી હતી, ઉષા બ્રેકો તેમજ નેચર ફર્સ્ટ તથા હ્યુમાનીટી ફર્સ્ટ ગ્રુપના સભ્યો મળી ૩૫ જેટલા સભ્યોએ મિશન નેચર ફર્સ્ટમાં ભાગ લીધો હતો, પ્રકૃતિના જતન માટે સતત કામ કરતી સંસ્થા નેચર ફર્સ્ટની ટીમ તથા હ્યુમાનીટી ફર્સ્ટ ગ્રુપના સભ્યો દ્વારા ઉષા બ્રેકો ફાઉન્ડેશન(ગિરનાર રોપવે)ના સહયોગથી પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સવારના ૯ કલાકથી ગિરનાર ઉપર અંબાજી મંદિરની પાછળના જંગલ વિસ્તારમાં ૮૧મું પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં નેચર ફર્સ્ટ તથા હ્યુમાનીટી ફર્સ્ટ તેમજ રોપવેના અધિકારીઓ સહિત સ્ટાફના ૩૫ જેટલા સભ્યો દ્વારા આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમ્યાન આશરે ૧૫૦ જેટલા વેસ્ટ પ્લાસ્ટીકના બાચકા ભરવામાં આવ્યા હતા. ત્યારે નેચર ફર્સ્ટના ભરત બોરીચા દ્વારા જણાવાયું હતું કે આમ જાેઈએ તો દરેક દિવસ પર્યાવરણનો દિવસ છે, અમારૂ ગ્રુપ સતત પ્રકૃતિની ચિંતા કરતી આવી છે, અને કરતી પણ આવશે પ્રકૃતિનું જતન કરી સમાજની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમારૂ ગ્રુપ દરેક દિવસને પ્રકૃતિનો દિવસ માને છે, જેના ભાગરૂપે આજે ગીરનારના જંગલ વિસ્તારમાંથી અમારા ગ્રુપ દ્વારા ૮૧મું પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું, વધુમાં તેમણે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માની કોઈપણ પ્રકારના બાહ્ય આડંબરો કે ફોટો સેશનનો મોહ છોડી થોડો સમય ફાળવે તે આજના સમયની જરૂરિયાત છે, સાથે સાથે જંગલ વિસ્તારમાં રજાના સમયે ફરવા જતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તારના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક કચરો ન કરે તેવો અનુરોધ કર્યો હતો.

error: Content is protected !!