સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે ભાજપ પ્રદેશ મિડીયા વિભાગના પદાધિકારી

0

ઈલેકટ્રોનિકસ મિડીયા, સોશ્યલ મિડીયાના પ્રભાવ વચ્ચે પણ પ્રિન્ટ મિડીયાનો દબદબો હજુ પણ યથાવત

જૂનાગઢના લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મિડીયા વિભાગના પ્રવકતાઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તંત્રીશ્રી અભિજીત ઉપાધ્યાય તેમજ સિનીયર સબ એડીટર જગડુશા ડી. નાગ્રેચા અને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા તેઓને આવકારવામાં આવ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન વિવિધ ચર્ચાઓ, મંત્રરાણાઓ અને મિડીયાની ભૂમિકા અંગે વિશદ છણાવટ કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષ પુર્ણ થતા હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપર્ક સે સમર્થન અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્ય સી.આર. પાટીલની સુચનાથી મિડીયા કન્વીનર યજ્ઞેશભાઈ દવે તથા પ્રદેશ પ્રવકતા યમલભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ડીબેટ પ્રવકતા શૈલેષ પરમાર તથા હિતેશ પટેલ જૂનાગઢ મહાનગર ખાતે પત્રકારોની શુભેચ્છા મુલાકાતે આવેલા હતા. ત્યારે મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા સાથે મુલાકાત કરવામાં આવી હતી. મિડીયાના તંત્ર, પ્રતિનિધિઓ સાથેની મુલાકાત અંતર્ગત જૂનાગઢના લોકપ્રિય અખબાર એવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલય ખાતે પણ ભાજપ પ્રદેશના અગ્રણીઓ આવ્યા હતા. આ તકે નવ યુવાન તંત્ર અભિજીત ઉપાધ્યાય તથા સિનીયર સબ એડીટર જગડુશા ડી. નાગ્રેચા અને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશના મિડીયા વિભાગના પદાધિકારીઓ સાથે તંત્રીશ્રી અભિજીત ઉપાધ્યાયએ વિશદ ચર્ચાઓ પણ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષના વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્તમાન સમયમાં પ્રિન્ટ મિડીયા, ઈલેકટ્રોનિકસ મિડીયા અને સોશ્યલ મિડીયાના પ્રભાવ અને કાર્યશીલી બાબતે પણ ચર્ચા-વિચારણ થઈ હતી. જૂનાગઢ શહેરના વિવિધ વિકાસ કામો અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને તંત્રીશ્રી અભિજીત ઉપાધ્યાય દ્વારા ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ જૂનાગઢ શહેરના પ્રાણ પ્રશ્નો, વિકાસના પ્રશ્નો અને લોકોની સમસ્યા અંગે પણ રજુઆત થઈ હતી. જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગના સુરેશભાઈ પાનસુરીયા, સંજયભાઈ પંડયા, જીતેન્દ્રભાઈ ઠકરાર, કેતનભાઈ નાંઢા વિગેરે પણ સાથે રહ્યા હતા.

error: Content is protected !!