ર૧ સભ્યો સાથેની સમિતિ દ્વારા ભાવિ રણનિતી નક્કી કરવા કાર્યવાહી હાથ ધરાશે
જૂનાગઢ અમરેલી બ્રોડ ગેજ કન્વર્ઝન નું કામ શરૂ થાય તે પહેલાં આ રેલ્વે ટ્રેકને પલાસવા થી શાપુર જાેડી દેવાની માંગણીને વધુ બુલંદ બનાવવાની નેમ સાથે એક સમિતિ ગંઠન કરવામાં આવેલ છે. જે સમિતિ દ્વારા આ લડતને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્ન થનાર છે. આ સમિમિનું નામ પલાસવા શાપુર રેલ જાેડાણ સમિતિ આપવામાં આવેલ છે. જેના કન્વીનર તરીકે સર્વાનુમતે કે.બી. સંઘવી(એડવોકેટ) તેમજ સહ કન્વીનર તરીકે અમૃત દેસાઈ અને રાજેન્દ્રભાઈ જાેબનપુત્રાની નિયુક્તિ કરવામાં આવી છે. સાથે સાથે જાગનાથ મંદિર વિસ્તારના આગેવાનો અને સોસાયટીના પ્રમુખો પણ આ સમિતિના સદસ્ય તરીકે જાેડાયા છે. કુલ ર૧ જેટલા સભ્યો આ સમિતિમાં જાેડાયા છે. વિશેષમાં જણાવ્યું છે કે, પલાસવા-શાપુર રેલ જાેડણ સમિતિની રચના કરવામાં આવી છે અને તેનું મુખ્ય કાર્ય જૂનાગઢ-અમરેલી હયાત રેલ્વે લાઈન જયારે બ્રોડગ્રેજ લાઈનમાં રૂપાંતર થનાર છે અને ફાટક મુકત કરવા માટે બનનારા અંડર બ્રીજના કારણે ભવિષ્યમાં સર્જનારી મુશ્કેલી તેમજ વિવિધ પ્રશ્નો અંગે બનાવવામાં આવેલી લડત સમિતિમાં વધુમાં વધુ લોકો જાેડાણ માટે તત્પર થઈ રહ્યા છે અને લોકોને આ સમિતિમાં જાેડાવવા અપીલ કરવામાં આવેલ છે. ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી રહી છે. તેમજ આ બ્રોડગેજ લાઈનને પલાસવા થી શાપુર સાથે જાેડી અને આગળની કાર્યવાહી બુલંદ માંગણી સાથે ભાવિ રણનિતી નક્કી કરવામાં આવી રહી છે.