૪ જિલ્લાના લોકો જ્યાં સારવાર માટે આવે છે તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની વહીવટી સ્થિતિ તો કથળી છે, માળખાકીય સ્થિતિ પણ દુર્ગંધ મારી રહી છે. રૂા.૮૦૦ કરોડના ખર્ચે જે ઇમારત બની તેના બેઝમેન્ટમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ગંધાતું પાણી અને કીચડ ભરેલું છે. એ ઉપરાંત પોસ્ટમોર્ટમ રૂમની સામેના ભાગે આવેલી ઇમારતના ૭માં માળેથી ગટરના પાણી નીચે પડી રહ્યા છે. તેમ છતાં અહિં સફાઈની કોઈ દરકાર લેવામાં આવતી નથી. જ્યાં દર્દીઓને સામાન્ય ચેપ ન લાગે તેનું પણ ધ્યાન રાખવાનું હોય તેવી હોસ્પિટલમાં આટલી ભયાનક ગંદકી ચિંતાનો વિષય તો છે જ. એ ઉપરાંત ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેવી છે તેનો ચિતાર ગત ચોમાસામાં મળી ગયો હતો.તેમ છત્તાં ફરી આવા દિવસો ન જાેવા મળે તે માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આખું બેઝમેન્ટ ગંદકીથી ભર્યું છે, ઉપરથી ગટરના પાણી પડી રહ્યા છે. ગત વર્ષે વાવાઝોડા દરમ્યાન તૂટેલા કાચ જે આખી ઇમારતના અડધા ભાગમાંથી ઉડી ગયા હતા તેનું સમારકામ પણ નથી થયું. જેના કારણે આ વર્ષે ચોમાસામાં સ્થિતિ વધુ બગડવાની શક્યતા છે. બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા સબંધીઓને કે કતારમાં ઉભેલા દર્દીઓને બેસવા માટે સ્ટીલની બેંચો મુકવામાં આવી હતી એ તૂટી ગયેલી છે તેવું બહાનું આગળ ધરીને એક ખૂણામાં ઢગલો કરી દેવાયો છે. જયારે લોકોને હોસ્પિટલમાં નીચે બેસીને સમય પસાર કરવો પડે છે. આ બાબતે યોગ્ય કરવા માંગણપ્ી ઉઠવા પામી છે.