જૂનાગઢમાં આપના પ્રદેશ મહિલા પ્રમુખ સહિત આઠની અટકાયત કરાઈ

0

દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ સાથે મહિલા બોક્સર ધરણા યોજી રહી છે. ત્યારે જૂનાગઢ આમ આદમી પાર્ટીની મહિલા વિગ દ્વારા કાળા રૂમાલ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ચાલી રહેલા પહેલવાનોના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં જૂનાગઢ આપની મહિલા વિંગના રેશ્મા પટેલ અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા શહેરના પાંચહાટડી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ ંહતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

error: Content is protected !!