વંથલીના સાતલપુર ધાર પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઝડપાયો

0

વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ કાથળભાઈએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, અબ્બાસ હુસેનભાઈ સમા(ઉ.વ.ર૮) રહે. સાતલપુર ધાર વાળાને તેના કબ્જા ભોગવઠના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયાર આધારપરવાના વગર દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧ રૂા.૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ હથિયાર ધારા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

વિસાવદર તાલુકાના સરસઈ ગામે જુગાર દરોડો : છ ઝડપાયા
વિસાવદર પોલીસે ગઈકાલે સરસઈ ગામે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને કુલ રૂા.૮૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપલી લેવામાં આવેલ છે અને આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિસાવદર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યું
વિસાવદરમાં ધારી બાયપાસ રોડ, સરદારનગર સોસાયટી ખાતે રહેતા સેજલબેન અંકિતકુમાર હીરપરા(ઉ.વ.૩૩)ના કુટુંબમાં રમેશભાઈ મંદબુધ્ધીના માણસ હોય જેઓએ આજથી દસ દિવસ પહેલા રસોઈ બાબતે મરણજનારને તેની સાસુએ ખીજતા હોય જે બાબતનું મનદુઃખ રાખ્યાના કારણે સેજલબેનને લાગી આવતા ગળાફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસને જાણ કરવામાં આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

બડોદર ગામની સીમમાં અમદાવાદ-વેરાવળ ટ્રેનમાં અથડાઈ જતા ગંભીર ઈજાથી મૃત્યું
કેશોદના ભાટસીમરોલી ગામના જગદિશભાઈ દેવાભાઈ વાઢેર(ઉ.વ.રપ) પ્રાયવેટ ચોકીદાર તરીકે રેલ્વેમાં નોકરી કરતા હોય દરમ્યાન બડોદર ગામની સીમમાં અમદાવાદ-વેરાવળ ટ્રેનમાં અકસ્માતે અથડાઈ જતા તેમને ગંભીર ઈજા થતા તેઓનું મૃત્યું થયું છે. કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!