જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા સમસ્ત વાલ્મિકી સમાજ આયોજીત ભાગવત સપ્તાહમાં યોજાયેલ રક્તદાન કેમ્પ

0

સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહના આયોજકોનું સન્માન કરતું ગિરનારી ગ્રુપ

જૂનાગઢના ગિરનારી રક્તદાન ગ્રુપના સમીરભાઈ દતાણીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા જૂનાગઢના ભવનાથ રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તારીખ ૪-૬-૨૩ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ રક્તદાન કેમ્પમાં ૨૧ બોટલ રક્તની એકત્રીકરણ કરવામાં આવેલ હતું અને આ રક્ત જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થેલેસેમ્યાગ્રસ્ત બાળકો તથા જરૂરિયાતમંદ લોકો માટે સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલ હતું. આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓ, કાર્યકર્તા, આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ અરવિંદભાઈ ચુડાસમા, વિજયભાઈ વાળા, વિજયભાઈ સોલંકી, બીપીનભાઈ, વિજયભાઈ ઝાલા સહિતનાઓને શુભેચ્છાઓ પાઠવી કાર્યને બિરદાવ્યું હતું. જ્યારે વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી જનકભાઈ મહેતાનું તથા સમસ્ત વાલ્મિકી સમાજના આગેવાનો, કાર્યકરોનું સાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપીને ગિરનારી રક્તદાન ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ગિરનારી રક્તદાન ગ્રુપના સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, સમીરભાઈ દવે, દેવાંગભાઈ પંડયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!