જૂનાગઢમાં દેશી તમંચો અને ચાર કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો

0

જૂનાગઢમાં એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને જૂનાગઢ હાઈવે દોલતપરા ઈગલ મંદિર પાસે આવેલા ગાર્ડન નજીકથી સલીમ ઈકબાલભાઈ શેખ(ઉ.વ.રર) રહે.૬૬ કેવી પાછળ, શ્રમજીવીનગર, ખામધ્રોળ રોડ વાળાને દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ રૂા.પ હજાર તથા ચાર કાર્ટીસ રૂા.૪૦૦ મળી કુલ રૂા.પ૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ રૂડાભાઈની ફરિયાદના આધારે આરોપી વિરૂધ્ધ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.

બામણગામની સીમામાં આવેલ એક ગોડાઉનના બહારના ભાગેથી રૂા.૪૪ હજારના મુદ્દામાલની ચોરી
જૂનાગઢ તાલુકાના સુખપુર ગામે રહેતા બાબુભાઈ નાથાભાઈ પરમાર(ઉ.વ.૬૦)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, બામણગામની સીમમાં આવેલ મીતલભાઈ પટેલનું નવું બનતું ગોડાઉનના બહારના ભાગેથી અજાણ્યા શખ્સ દ્વારા ચોરી થઈ છે. ફરિયાદીએ ગોડાઉનન બનાવવાનું કામકાજ રાખેલ હોય જે ગોડાઉનના બહારના ભાગે રોડની સાઈડે સેટીંગનું માલસમાન જેમાં સેટીંગના ચોકા અને પ્લેટો વિગેરે મળી કુલ રૂા.૪૪ હજારના મુદ્દામાલની ચોરી કોઈ કરી ગયાની ફરિયાદ નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!