જૂનાગઢ શહેરમાં ઉપરકોટ સહિતના ઐતિહાસીક સ્થળોને સરકારની યોજના અને પ્રવાસન વિભાગના સહયોગ સાથે નાણાંની ફાળવણી કરાયા બાદ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને કરોડો રૂપીયાના ખર્ચે વિવિધ ઐતિહાસીક સ્થળોને રિનોવેશન કરવામાં આવેલ છે. આ પૈકીનું ઐતિહાસીક સ્થળ એટલે જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશનની સામે આવેલા સરદાર પટેલ દરવાજાનું પણ કરોડો રૂપીયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ છે પરંતુ આ દરવાજાની ઘડીયાળ હાલ બંધ હાલતમાં છે. છેલ્લા કેટલાય દિવસથી આ ઘડીયાળ બંધ હોય જેને લઈને લોકો અનેક ચર્ચાઓ કરી રહ્યા છે. બંધ હાલતમાં પડેલી ઘડીયાળ જાેઈને તેમને સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પ્રતિત થઈ રહ્યું છે ત્યારે આ બંધ પડેલી ઘડીયાળને વહેલી તકે ચાલું કરી દેવાની માંગણી ઉઠી છે.