રાજ્યમાં પાંચ વર્ષથી ઉપરની પડતર ખાતાકીય તપાસોને એક મહિનામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૂચના

0

સી.એમ. ડેશબોર્ડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય વિગતો તાલુકાવાઈઝ ઉપલબ્ધ કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં પડતર ખાતાકીય તપાસોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેમજ તમામ ખાતાકીય તપાસોને સત્વરે પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધીમાં ૧૨૫૦ કેસોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ વર્ષથી ઉપરના આ તમામ કેસોની ખાતાકીય તપાસ એક મહિનામાં પૂર્ણ કરવા સંબંધિત સચિવોને સૂચના આપવામાં આવી છે. મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૭૨૫ જેટલી પડતર ખાતાકીય તપાસને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ સંબંધિત અધિકારી/કર્મચારીને છેલ્લા દિવસ પહેલા એટલે કે, વયનિવૃત્તિના દિવસ પહેલા આરોપનામું/ચાર્જશીટ અપાય તે પણ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ સંબંધિત સચિવઓને સૂચિત કર્યા છે. આ ઉપરાંત સી.એમ. ડેશબોર્ડ અંગે નવતર અભિગમ અપનાવતા મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની વિગતો (ડેટા) તાલુકાવાઈઝ ઉપલબ્ધ કરાવવા સૂચન કર્યુ છે તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

error: Content is protected !!