ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા સી.પી.આર. ટ્રેનિંગ

0

હૃદય રોગના હુમલામાં લોકોને સહાયભૂત થવાનો આશય

રાજ્ય સરકાર દ્વારા આગામી રવિવાર તા. ૧૧ જુનના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની ૩૭ મેડિકલ કોલેજાે તેમજ અન્ય ૧૪ સેન્ટરો ખાતે સી.પી.આર.(ઝ્રઁઇ) ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાત રાજ્યની પોલીસ મોટી સંખ્યામાં તાલીમ મેળવી જીવન રક્ષક તરીકે કામ કરવા સક્ષમ બનવા જઈ રહી છે. સેવા, સુરક્ષા અને શાંતીની ફરજ એ પોલીસ વિભાગના ત્રણ સુત્રો સાર્થક કરવાની વાત આવે ત્યારે પોલીસ તંત્ર હરહમેંશ કોઈપણ પરિસ્થિતિમાં ખડેપગે રહે છે. સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઈમરજન્સીના સમયમાં કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકાય તે હેતુથી પોલીસ ફોર્સને ૨,૪૦૦ થી વધુ તજજ્ઞ ડોક્ટરો દ્વારા સી.પી.આર.ની તાલીમ અપાશે. ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસિસ્ટ, ગુજરાત શાખા દ્વારા રાજ્યની દરેક મેડિકલ કોલેજાેમાં ‘‘ર્ઝ્રંન્જી છઉછઇઈદ્ગઈજીજી ઁઇર્ંય્ઇછસ્” (ઝ્રઁઇ ્‌ઇછૈંદ્ગૈંદ્ગય્ ઁઇર્ંય્ઇછસ્)ની એક મેગા ઇવેન્ટનું આયોજન કરાયું છે. આ મેગા ઇવેન્ટમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રાથમિક પુનરૂત્થાન માટે તા.૧૧ જૂનના રોજ તાલીમ આપવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ જિલ્લાના ઓફિસર ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા આ તાલિમમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને ખંભાળિયાની એસ.એન.ડી.ટી. હાઇસ્કુલ ખાતે તા.૧૧ના રોજ સવારે સાડા નવથી સાંજે છ વાગ્યા સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગ અહીંના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. અમિત નકુમ તથા ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા આપશે. ગુજરાત સરકાર દ્વારા નવી પહેલ કરીને લોકોને જરૂર પડ્યે સાથ આપતી પોલીસ ઇમરજન્સીમાં આરોગ્ય ક્ષેત્રે પણ ઉપયોગી થાય તે પ્રકારે ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત પોલીસને તાલીમ આપવામાં આવનાર છે.

error: Content is protected !!