જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે માંગરોળના આરેણા ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. એસઓજી જૂનાગઢના એએસઆઈ પુંજાભાઈ મેરખીભાઈએ સોહિલ આમદ કાલવાત ઘાંચી(ઉ.વ.ર૦) રહે.માંગરોળ તેમજ હનીફ ઉર્ફે રાણા મહમદહુસેન ઘમેરીયા ઘાંચી(ઉ.વ.૩૦) રહે.માંગરોળ તેમજ રેડ દરમ્યાન હાજર નહી મળી આવેલ ઈરફાન ઉર્ફે ગોપી ઈસ્માઈલ કાલવાત રહે.માંગરોળ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-રના ગેરકાયદેસર પાસ પરમીટ વગર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આરોપી નં-૩ પાસેથી મેળવી રેઈડ દરમ્યાન આરોપી નં-૧ તથા ર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૦ર.૦૭ ગ્રામ જેની કિ.રૂા.ર૦,૭૦૦ તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂા.૧૧,૦૦૦ તથા રોકડ રૂા.ર૧,ર૯૦ તથા ફોરવ્હીલ કાર નંગ-૧ કિ.રૂા.પ,૦૦,૦૦૦ મળી કુલ રૂા.પ,પર,૯૯૦ના મુદ્દામાલ સાથે આરોપી નં-૧ તથા રના મળી આવી તથા આરોપી નં-૩ના હાજર નહી મળી આવી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ માંગરોળ મરીન પોલીસ ચોકીના પીએસઆઈ એસ.આર. સોલંકી ચલાવી રહ્યા છે.