દ્વારકાની ગોમતી નદિમાં બે યુવકો ડુબ્યા એકનો બચાવ એક દરિયામાં લાપતા

0

સંભવિત વાવાઝોડાની અસર વચ્ચે તંત્રની લાપરવાહીનો ભોગ બનતો યુવક

દ્વારકાની ગોમતી નદિ સહિત કાઠા વિસ્તારમાં દરિયાઇ મસ મોટા મોટા ઉછડી રહ્યા હોય દરિયામાં પાણીનો પ્રવાહ હોવાથી ગોમતી સ્નાન કરતા લોકો માટે જાેખમી છે. ગઈકાલે બપોરના સમયે ગોમતી નદિમાં દરિયાઇ પાણીનો ભારે કરંટ હોય દ્વારકાના રૂપણબંદરના બે મિત્રો ન્હાવા પડ્યા હતા. ત્યારે બન્ને મિત્રો તણાવા લાગ્તા તેમાથી એકનો બચાવ થયો હતો બિજાે વ્યતિ દરિયાઇ પાણીમાં ખેચાઇ જતા લાપતા બન્યો છે. તેની શોધખોળ રેસકયુટીમ દ્વારા કરાઇ રહી છે. હાલ વાવાઝોડાની અસર વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે ન્હાવા પડેલા બે યુવકો દરિયાના મોજામાં તણાયા હતા. ગોમતી નદીમાં છલાંગ લગાવતા બે યુવકો તણાયાના વિડ્યો પણ સામે આવ્યા હતા. દરિયામાં ડૂબતા બન્ને યુવકમાંથી એક યુવક સદ નસીબે બચી ગયો છે. જ્યારે બીજાે યુવક દરિયા ના પાણીમાં તણાઈ ગયો છે. તેની શોધખોળ ચાલુ છે. ગોમતી ઘાટ ઉપર રેસ્કયું ટીમ તૈનાત જ ના હોય યુવક દરિયામાં ગરકાય થયો છે. સબંધિક્ત તંત્ર દ્વારા ગોમતી નદી ઉપર કોઈપણ જાતની સુરક્ષા વ્યવસ્થા વગર લોકોને ન્હાવા દેવતા અકસ્માત બન્યો છે. ઉલ્લેખીયન છેકે વાવાઝોડાની આગાઇના પગલે દ્વારકાના દરિયાઇ પાણીમાં ભારે કરંટ હોય ગોમતીધાટ ઉપર દરિયાઇ પાણીના મોજા ઉછળી રહ્યા છે. યાત્રિકો દરિયાઇ પાણીથી અજાણ હોય ત્યારે મોજાની મોજ માણતા નજરે પડે છે. ગોમતી ઘાટ ઉપરના સિક્યુરેટીના રેસ્કયુટીમ તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર જ વાતો થઇ રહી છે. ર્નિભર તંત્ર લોકોની સુરક્ષા માટે કેમ રસ દાખવતું નથી તેવા સવાલો ઉભા થયા છે.

error: Content is protected !!