જૂનાગઢ જીઆઈડીસી જંગલ વિસ્તારમાં છરી વડે હુમલો કરી ૧૧,૦૦૦નો મુદ્દામાલ લઈ ધમકી આપ્યાની ફરિયાદ

0

જૂનાગઢના જીઆઈડીસી જંગલ વિસ્તાર નજીક ડેમની બાજુમાં બનેલા બનાવમાં બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી અને રૂા.૧૧,૦૦૦નો મુદ્દામાલ લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર ભાવેશભાઈ અરજણભાઈ ચૌહાણ(ઉ.વ.૩૦) રહે.ઈન્દ્રેશ્વર રોડ, જયપાર્ક સોસાયટી, દોલતપરા વાળાએ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓએ છરી સાથે આવી ફરિયાદીને છરી વડે સામાન્ય ઈજા કરી વીવો કંપનીનો સ્કાય બ્લુ કલરનો વિવો વાય ૩૩ એસ મોબાઈલ કે જેની આશરે કિ.રૂા.૧૦,૦૦૦ તથા આશરે રોકડ રકમ એક હજાર મળી કુલ રૂા.૧૧,૦૦૦ મુદ્દામાલ લઈ જઈ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભેંસાણ રોડ ઉપર નવા બનતા ગોડાઉન પાસે પીલોર, ગોળા અને વાહન વચ્ચે ચકદાઈ જતા ઈજા
જૂનાગઢ તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર રાજુલા તાલુકાના ચાચબંદર ખાતે મુળ રહેતા અને મધુરમ મંગલધામ-૩, રિલાયન્સ ટાવર નજીક એક મકાનમાં રહેતા જીવરાજ ઉર્ફે ગણપત ભુપતભાઈ ચૌહાણ(ઉ.વ.ર૬)એ સિમેન્ટ કોંકરીટનું ગોળો એજેકસ વાહન નંબર જીજે-૧૧-બીજે-૦૮ર૬ના ડ્રાઈવર વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ પોતાના હવાલા વાળી સિમેન્ટ કોંકરીટનો ગોળો એજેકસ વાહન નંબર જીજે-૧૧-બીજે-૦૮ર૬ વાળી ગફલત ભરીરીતે રિવેસમાં ચલાવી ફરિયાદી આ વાહનની ડ્રાઈવર સાઈડે કેબિન પાસે ઉભેલા હોય જે ગોડાઉનના મેઈન ગેઈટ પાસે પીલોરને અડાવી આરોપીએ વાહન ચલાવતા ફરિયાદીના બંને પગો પીલોર અને ગોળા વાહનની વચ્ચે ચકદાઈ જતા ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.એસ. આંત્રોલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!