બિપોરજાેય વાવાઝોડાની દહેશત વચ્ચે : જૂનાગઢ જીલ્લામાં સુસવાટા મારતા પવન સાથે મુશળધાર વરસાદ

0

જીલ્લાના તમામ તાલુકામાં સરેરાશ ર થી ૪ ઈંચ વરસાદ સાથે ચોમાસાના શ્રીગણેશ

સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર બિપોરજાેય વાવાઝોડાનો ખતરો મંડાતા આ વાવાઝોડાની દહેશતને પગલે ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જાેરદાર પવન પણ ફુંકાયો હતો. જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોરથી જ વરસાદનું આગમન થયું હતું અને રાત્રીના ૯ વાગ્યાથી ભારે સુસવાટા મારતા પવન વચ્ચે વરસાદ તુટી પડયો હતો અને રાત્રી દરમ્યાન સતત વરસા થઈ હતી. એક તરફ સુસવાટા મારતો પવન બીજી તરફ મુસળધાર વરસાદને પગલે વાતાવરણ ભયાનક બની ગયું હતું અને લોકો ચિંતામાં ગરકાવ થયા હતા. દરમ્યાન મોડી રાત્રીના પવનનું જાેર ઓછું થયું હતું. આજે સવારે ફરી પાછા ભારે વરસાદના ઝાંપટા પડયા હતા અને ૯ વાગ્યા બાદ ઉઘાડ જેવું થયું હતું. જાેકે હળવાથી ભારે વરસાદનો દોર આ લખાય છે ત્યારે ચાલું રહ્યો હતો. જૂનાગઢ જીલ્લામાં ર થી ૬ ઈંચ જેવો વરસાદ છેલ્લા ર૪ કલાક દરમ્યાન પડી ચુકયો છે.
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે બિપોરજાેય વાવાઝોડાની દહેશત વચ્ચે જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. બપોરના સમયે શરૂ થયેલ ધીમી ધારના વરસાદ રાત્રી દરમ્યાન સતત ચાલું રહ્યો હતો. આ સાથે જ ભારે પવન પણ ફુંકાયો હતો જે મોડી રાત્રીના ત્રણ વાગ્યા સુધી રહ્યો હતો અને વહેલી સવારે વરસાદ અને પવનનું જાેર મોરૂ પડયું હતું અને લોકોએ નિરાતનો દમ લીધો હતો. વિશાળ દરિયો કાંઠો ધરાવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠામાં આ વર્ષે બિપોરજાેય વાવાઝોડાનો ખતરો તોળાતા વહિવટી તંત્ર સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના અનેક પગલા તાત્કાલીક અસરથી લેવામાં આવ્યા હતા. યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને તંત્ર સાબદુ બની ગયું હતું. બિપોરજાેય વાવાઝોડું તેની નિરધારીત ગતીએ આગળ વધી રહ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ખાસ કરીને છ જીલ્લામાં ભારે અસર તેની પહોંચવાની હોય તેને લઈને સલામતીના પગલા લેવામાં આવ્યા હતા. જૂનાગઢ જીલ્લામાં ભારે પવન, વરસાદને પગલે બચાવની કામગીરી પણ હાથ ધરાઈ હતી. નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર લોકોનું કરવામાં આવ્યું અને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે સરેરાશ બે થી છ ઈંચ જેવો વરસાદ સર્વત્ર નોંધાયો છે અને જૂનાગઢ જીલ્લામાં થયેલા વરસાદને પગલે ચોમાસાની પણ શુભ શરૂઆત થઈ ગઈ હતી. દરમ્યાન જૂનાગઢ જીલ્લા ડીઝાસ્ટર તંત્ર દ્વારા વરસાદ અંગેની અપાયેલી માહિતી અનુસાર જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકામાં ગઈકાલનો એટલે કે આજે સવારે પુરા થતા ર૪ કલાક દરમ્યાન ૧૩૭ મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ સીટીમાં ૪૩ મીમી, જૂનાગઢ રૂરલમાં ૪૩ મીમી, ભેંસાણ ૧૪ મીમી, મેંદરડા ૮૪ મીમી, માંગરોળ ૧૦૯ મીમી, માણાવદર ૮૩ મીમી, માળીયા હાટીના ૧ર૧ મીમી, વંથલી તાલુકામાં ૭૬ મીમી અને વિસાવદરમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે જૂનાગઢ જીલ્લામાં આજે સવારથી ૧૦ વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદ અનુસાર કેશોદ તાલુકામાં રર મીમી, જૂનાગઢ સીટી પ૧ મીમી, જૂનાગઢ રૂરલ પ૧ મીમી, ભેંસાણ ૧૯ મીમી, મેંદરડા પ૮ મીમી, માંગરોળ ર મીમી, માણાવદર ર૦ મીમી, માળીયા હાટીના ર૩ મીમી, વંથલી ૩૪ મીમી જેવો વરસાદ નોંધાયો હતો.

error: Content is protected !!