૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ : યોગ એટલે નિરોગીપણા સાથે સમાધિ સુધીની યાત્રા
કેશોદ શહેરમાં વહિવટી તંત્ર દ્વારા અલ્ટ્રા સ્કુલના પટાંગણમાં વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની યોગ સાધનાને સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહોંચાડી યોગ નું મહત્વ સમજાવ્યું છે અને લોકો યોગ તરફ વળ્યાં છે. કોરોના મહામારી વચ્ચે સંખ્યાબંધ દર્દીઓ યોગ દ્વારા સારવાર મેળવી નવજીવન મેળવ્યું હતું. સમગ્ર વિશ્વમાં યોગ ને સ્વીકારવામાં આવતાં યોગ શિક્ષકોની માંગ વધતાં દેશ વિદેશમાં રોજગારીની તકો ઉભી થઈ છે. ૨૧,જૂન નાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, યોગ એ નિરોગીપણાથી સમાધિ સુધીની યાત્રા છે. યોગ શબ્દનાં બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જાેડ અને બીજાે છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જાેડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. એટલું નહી યોગથી નીરોગી અને સ્વસ્થ રહી શકાય છે. નિયમીત યોગ કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે. મન અને શરીર સ્વસ્થ રહે છે. લોકો નિયમીત યોગ કરવા જાેઇએ. યોગથી અનેક ફાયદા થાય છે. લોકો સ્વાસ્થય સારુ બની રહે છે. નિયમીત યોગ કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે. મન શાંત રહે છે. તેમજ યોગ ક્ષેત્રે પણ યુવાનો માટે અનેક તક છે. સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧ જૂન ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તથા રાજ્ય સરકાર દ્વારા જી -૨૦ ની વન અર્થ વન હેલ્થની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્યના નારા સાથે વસુધૈવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગના થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કેશોદ ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ચીફ ઓફિસર નગરપાલિકાનાં પદાધિકારીઓ કર્મચારીઓ અને અલ્ટ્રા સ્કૂલનાં શિક્ષકો વિદ્યાર્થીઓ જાેડાયા હતા.