કેશોદમાં આષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢી સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું

0

કેશોદ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદ શહેરમાં શ્રી દાસારામ યુવક મંડળ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજેનાં તાલે ઝૂમી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શહેરનાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું. શ્રી દાસારામ યુવક મંડળ દ્વારા શોભાયાત્રા પુર્ણ થયા બાદ સાંજે સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં પણ કોળી સમાજ દ્વારા આષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢી સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોરઠની ધીંગી ધરતી ઉપર પરંપરાગત સનાતન ધર્મનાં ધાર્મિક તહેવારો આસ્થાભેર ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે કેશોદ શહેરમાં પણ દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજાે દિવસ છે. જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજાે દિવસ છે. આજ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત, અલુણા જેવા તહેવારો આવે છે.જૂની કથા અનુસાર ઈ.સ. ૧૬૦૫માં ‘જામ લાખો ફુલાણી’ નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા.જામ લાખાજી આ જાેઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશુ ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ, વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. કેશોદ શહેરમાં આષાઢી બીજની ઉજવણી કરવામાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

error: Content is protected !!