ભેસાણ પીજીવીસીએલના નાયબ ઇજનેર ડી.એમ. ચોચાના પુત્રએ નીટની પરિક્ષામાં જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા

0

ભેસાણ પીજીવીસીએલ કચેરીમાં નાયબ તરીકે ફરજ બજાવતા ડી.એમ. ચોચાના પુત્ર મિહિર ડી. ચોચાએ તાજેતરમાં લેવાયેલ નીટ-૨૦૨૩ ગુજરાતી માધ્યમની પરીક્ષામાં ૭૨૦ માર્ક્‌સમાંથી ૬૮૦ માર્ક્‌સ પ્રાપ્ત કરીને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. તેમને ફિઝિક્સમાં ૧૮૦માંથી ૧૬૦ કેમેસ્ટ્રીમાં ૧૮૦માંથી ૧૭૦ અને બાયોલોજીમાં ૩૬૦માંથી ૩૫૦ માર્ક્‌સ મેળવેલ છે. તેમની આ સિધ્ધિને સમગ્ર સોરઠની જનતા અને પીજીવીસીએલ પરિવારે આવકારેલ છે.

error: Content is protected !!