રોકડ રૂા.૩૧૦૦ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પર્સ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપ્યું

0

રોકડ રૂપીયા ૩,૧૦૦ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પર્સ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ હતું. અરજદાર વિમલભાઇ વસરામભાઇ પરમાર પોતાના કામ સબબ ત્રીમૂર્તી હોસ્પીટલથી મોતીબાગ રોડ તરફ જતા હોય તે દરમ્યાન રસ્તામાં તેમનુ પર્સ ઝાંસી સર્કલ નજીક પડી ગયેલ, જે પર્સમાં રોકડ રૂા.૩,૧૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ વિગેરે હતા. તેમણે આજુ બાજુ તપાસ કરતા તેમનું પર્સ મળેલ નહી જેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જૂનાગઢ રેન્જના આઈજી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હે.કોન્સ. રામસિંહભાઇ ડોડીયા, પો.કોન્સ જીતુસિંહ જુજીંયા, પાયલબેન વકાતર,જાનવીબેન પટોળીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિમલભાઇ પરમાર જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા શહેરના ઝાંસી સર્કલ વિસ્તાર નજીક તેઓનું પર્સ ખીસ્સામાંથી પડતુ સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડેલ. ત્યાર બાદ તુરંત જ ૧ અજાણ્યા છકડા રીક્ષા ચાલક દ્વારા તે પર્સ ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ. જે આધારે છકડા રિક્ષા ચાલકનો સ્પષ્ટ ચહેરો તથા છકડો રીક્ષાના રજી. નંબર જીજે-૧૧-યુયુ-૨૨૧૧ શોધેલ હતા. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા છકડા રિક્ષા ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા પર્સ તેમની પાસે હોવાનુ જણાવેલ, પોલીસ દ્વારા છકડા રીક્ષા ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ હતો અને પર્સ રીકવર કરી ગણતરીની કલાકોમાં વિમલભાઇ પરમારનું રૂા.૩,૧૦૦ રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનું પર્સ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને વિમલભાઇ પરમાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં વિમલભાઇ પરમારનું રૂા.૩,૧૦૦ /- રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું ખોવાયેલ પર્સ સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

error: Content is protected !!