સોમનાથના સીમ વિસ્તારમાં ખેતરમાં ઢાળીયા ઉપર જુગાર રમી રહેલા ૯ શકુનીઓને ૧.૨૦ લાખની રોકડ સાથે ઝડપી લેવાયા

0

એલસીબીની ટીમએ બાતમીના આધારે જુગારના પટ્ટ ઉપર સફળ દરોડો પાડયો

સોમનાથ સાંનિધ્યે ધન્યાવાવ સીમ વિસ્તારમાં ખેતરમાં ઢાળીયા ઉપર જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર એલસીબીની ટીમે દરોડો પાડી નવ જુગારીઓને રોકડ રૂા.૧.૧૯ લાખ તથા નવ મોબાઈલ મળી કુલ રૂા.૧.૬૪ લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથ પંથકમાં ચાલતા જુગારધામો સામે પોલીસે લાલઆંખ કરી હોય તેમ ઉપરા છાપરી દરોડા પાડી રહ્યુ છે. ત્યારે વધુ એક વખત સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને એલસીબીએ કાર્યવાહી કરી છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ સોમનાથના ધન્યાવાવ સીમ વિસ્તારમાં ઇકબાલ મહમદ મોગલીના કબ્જા ભોગવટાના ખેતરના રસ્તાના કાંઠે ઢાળીયાની ખુલ્લી જગ્યામાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની એલસીબીના નટુભા બસીયા, નરેન્દ્ર પટાટને મળેલ બાતમીના આધારે પીઆઈ વી.કે.ઝાલાએ સ્ટાફ સાથે જુગારના પટ્ટ ઉપર દરોડો પાડીને જુગાર રમતા ઇકબાલ મહમદ મોગલી રહે.વેરાવળ, અયુબ કમાલ ભાદરકા રહે.પ્ર.પાટણ, જુબેર કાદર બાગજી રહે.વેરાવળ, અલ્તાફ મહમદ સાઢણીવાળા રહે.વેરાવળ, અખ્તર ઈબ્રાહીમ ભારા રહે.વેરાવળ, શબ્બીર સતાર કાપડીયા રહે.વેરાવળ, ગુલામ મોઇનુદીન નુરમહમદ ચૌહાણ રહે.વેરાવળ, મહમદ અસલમ બાપુમિયાં કાદરી રહે.વેરાવળ, જાવીદ રહેમાન મલેક રહે.પ્રભાસ પાટણ વાળાને રોકડ રૂા.૧.૧૯ લાખ તથા નવ મોબાઈલ મળી કુલ મુદામાલ રૂા.૧.૬૪ લાખ સાથે ઝડપી લઇ પ્રભાસ પાટણ પોલીસમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

error: Content is protected !!