ગુજરાતનું ગૌરવ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનું ધુરા સંભાળ્યાના પછી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષ પુરા થયા છે ત્યારે અને નવ વર્ષમાં અનેક લાંબા સમયથી ચાલ્યા આવતા પ્રશ્નોનું સુખદ અંત લાવ્યા છે. જેવા કે રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી ૩૭૦ જેવી કલમ હટાવવાનું કામ, દેશમાં કોરોના સમયે દેશવાસીઓને મફતમાં રસીકરણ અને મફતમાં અનાજ પુરૂ પાડેલ ઉપરાંત દેશના ખેડુતોને વર્ષમાં ૬૦૦૦ રૂપિયા જેવી સહાય તેમજ ગામડાની દિકરીઓ માટે શાળા, કોલેજાેમાં અભ્યાસ કરવા જવા માટે સરકારી બસમાં મફત મુસાફરીના પાસ વગેરે જેવા ઉત્તમ કાર્યો કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભેચ્છા આપતા પોષ્ટકાર્ડ જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલના કન્વીનર ડો. વેજાભાઈ એમ. ચાંડેરા દ્વારા જૂનાગઢ જિલ્લાની માંગરોળ તાલુકાની લોએજ ગામની સંસ્થા વી.એમ.ચાંડેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ લોએજના સ્ટુડન્ટો દ્વારા લખાવેલ છે. આ તકે કેન્દ્ર સરકારની ૯ વર્ષની સિધ્ધિઓ જે છે તેમનાથી કોલેજના સ્ટુડન્ટોને માહિતગાર પણ કરવામાં આવ્યા અને સ્ટુડન્ટોને પોતાના ગામમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે માનવ સુખાકારીની વિવિધ યોજનાઓ ચાલુ છે તે યોજનાઓનો વધુમાં વધુ ગામની જનતાને જાગૃત કરી અને તેમનો લાભ મેળવે અને ગામના જે લોકોએ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવેલા લાભાર્થીઓના ઉદાહરણ ટાંકીને લોકોમાં જાગૃતિ લાવવા માહિતી પુરી પાડી હતી.