રૂા.૧૪ હજારની કિંમતનો મોબાઈલ ફોન શોધી અપાયો

0

રૂા.૧૪,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ગણતરીની કલાકોમાં શોધી આપેલ હતો. અરજદાર બંદીસ કનકચંદ્ર દેશપાંડે જૂનાગઢના વતની હોય તેઓ ત્રીમૂર્તી હોસ્પીટલથી અંબિકાચોક જવા માટે રિક્ષામાં બેસેલ તે દરમ્યાન તેમનો રૂા.૧૪,૦૦૦/-ની કીંમતનો ર્ંઁર્ઁં કંપનીનો છ૯ મોબાઇલ ફોન ખોવાયેલ હોય, તે મોબાઇલ ફોનમાં તેમના અગત્યના દસ્તાવેજ તેમજ અન્ય વસ્તુઓ સેવ કરેલ હતી, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જૂનાગઢ રેન્જના આઈજી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામસિંહભાઇ ડોડીયા, પો.કોન્સ. કુસુમબેન મેવાડા, ચેતનભાઇ સોલંકી, એન્જી. નીતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી બંદીસભાઇ કનકચંદ્ર દેશપાંડે અંબિકાચોક ખાતે જે ઓટો રીક્ષામાંથી ઉતરેલ, તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ, સીસીટીવી ફૂટેજ ચેક કરતા બંદીસભાઇ કનકચંદ્ર દેશપાંડે જે ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે ઓટો રીક્ષાના નંબર જીજે-૦૬-વાય-૧૬૩૦ શોધી કાઢવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા જણાવેલ કે તેમની ઓટો રિક્ષામાં કોઈનો ફોન હતો, પરંતુ આ મોબાઈલ ફોન કોનો છે? તે તેમને ખ્યાલ ન હતો, અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયેલ હતો જેથી સંપર્ક થઈ શકેલ નહી, પોલીસ દ્વારા મોબાઈલ ફોન રીકવર કરી બંદીશભાઈને મોબાઈલ ફોન પરત આપેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂા.૧૪,૦૦૦/- ની કીંમતનો ર્ંઁર્ઁં કંપનીનો છ૯ મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને બંદીસભાઇએ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!