કૃષિના વાહનો માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા સૂચના

0

કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડવા માટે ખેડૂતો મોટેભાગે ટ્રેક્ટર અથવા ભાડુતી વાહનનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલી થતી હોય છે. આવા સંજાેગોમાં રાજ્યના ખેડૂતો માલવાહક વાહન વસાવી શકે અને કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બને તે હેતુથી ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્‌ઝ કેરેજ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના રાજયસરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતો “કિસાન પરિવહન યોજના” હેઠળ નાના/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂા.૭૫,૦૦૦/- બે માંથી ઓછું હોય તે અને સામાન્ય/ અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂા.૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તેની સહાય આપવામાં આવે છે. આ માટે નિયમાનુસાર એમ્પેનલ થયેલ કંપનીનું માન્ય મોડલ ખરીદવાનું રહે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ ૈારીઙ્ઘેં.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપરથી માહિતી મેળવી તા.૪-૭-૨૦૨૩ સુધીમાં જરૂરી દસ્તાવેજાે સાથેઅરજી કરી શકશે, તેમજ વધુ માહિતી માટે જિલ્લા ખેતીવાડી અધિકારીનો ૦૨૮૧-૨૪૪૦૮૮૯ ઉપર સંપર્ક કરી શકાશે.

error: Content is protected !!