ખંભાળિયામાં વધુ દોઢ ઈંચ સાથે જિલ્લામાં કુલ ૪૨ ટકા વરસાદ નોંધાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુના પ્રારંભે મેઘરાજાની મહેર બની રહી છે. જિલ્લામાં આજ સુધીમાં સરેરાશ ૪૨ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા અવિરત રીતે વરસ્યા હતા. સોમવારે સાંજે ચારેક વાગ્યે ૩૦ મીલીમીટર સાથે દિવસ દરમિયાન કુલ ૪૦ મીલીમીટર વરસાદ વરસી ગયો હતો. આમ, ગઈકાલના ૪૦ મીલીમીટર સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સવા અઢાર ઈંચ (૪૫૭ મીલીમીટર) નોંધાયો છે. આ સિવાય જિલ્લામાં મહદ અંશે હળવા ઝાપટા વરસ્યા હતા. આજે સવાર સુધીમાં દ્વારકા તાલુકામાં સાડા બાર ઈંચ (૩૧૮ મીલીમીટર), કલ્યાણપુર તાલુકામાં દસ ઈંચ (૨૫૧ મીલીમીટર) અને ભાણવડ તાલુકામાં નવ ઈંચ (૨૨૦ મીલીમીટર) વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લામાં સૌથી વધુ દ્વારકા તાલુકામાં ૫૮.૭૮ ટકા, ખંભાળિયા તાલુકામાં ૫૪.૬૦ ટકા, ભાણવડ તાલુકામાં ૩૦.૧૦ ટકા અને સૌથી ઓછો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ૨૮.૮૨ ટકા મળી, જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૧.૮૧ ટકા વરસી ચુક્યો છે. આજે સવારથી વાદળોની આવન જાવન વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. જાેકે છેલ્લા બે દિવસ દરમ્યાન વધેલા ગરમીના પ્રમાણના લીધે હજુ વરસાદ આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

error: Content is protected !!