ખંભાળિયાના આંબરડી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જાેશીની સૂચના મુજબ સ્થાનિક સ્ટાફ દ્વારા હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જેઠાભાઈ પરમાર તથા યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના આંબરડી ગામના ઝાપામાં એક મંદિર પાસે બેસી અને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા રસિકભાઈ લાલજીભાઈ પાઠક, જીતેન્દ્રગીરી ભીખુગીરી ગોસ્વામી, બાબુભાઈ ત્રીકમભાઈ પાઠક અને પરસોત્તમભાઈ નાથાભાઈ પાઠક નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂપિયા ૧૬,૦૭૦ રોકડા તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨૧,૫૭૦નો મુદ્દામાલ કબજે કરી, જુગારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!