પ્રજા પાસેથી સિધ્ધો કર જી.એસ.ટી. વસુલ કરતા કેન્દ્ર, રાજ્ય સરકારના કેન્દ્રીય ડાયરેક્ટ ટેક્ષીશ બોર્ડ દ્વારા ગત પખવાડીયામાં સૌરાષ્ટ્રમાં આવેલ કુદરતી આફ્ત સમાનના બીપરજાેય વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓ કચ્છ, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠાને મે ૨૩ના જી.એસ.ટી.આર.૩બી. ભરવાની મુદતમાં વધારો કરી ૩૦ જૂન ૨૩ કરી આપતું નોટીશિફિકેશન ગઈકાલ તારીખ ૨૭-૬-૨૩ના બહાર પાડવામાં આવેલ છે. હકીકતમાં આ વાવાઝોડું આઈ.એમ.ડી.(ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડીપાર્ટમેન્ટ) હવામાન ખાતાના અનુમાનો મુજબ સંભવિત રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપર લેન્ડફલો થનાર હોય કેન્દ્રથી લઈ રાજ્ય સરકારના તંત્રની ટીમો અને મંત્રીઓની ટીમ અગાઉથી સાવચેતીના પગલા અને માર્ગદર્શન અર્થે પાંચ દિવસ સુધી સતત હાજર રહી મોનીટરીંગ કરી રહેલ અને મીડીયામાં પણ દ્વારકા ઉપર મોટો ખતરો હોવાનું દર્શાવી રહેલ અને અહીં પણ આ વાવાઝોડું લેન્ડફલો ના થવા છતાં મોટું આર્થિક નુકશાન અને પી.જી.વી.સી.એલ.ના હજારો વીજ પોલ ધ્વસ્ત થયા છે અને શહેરી વિસ્તારોમાં પણ એક સપ્તાહ બાદ વીજ પુરાવઠો પ્રજાને મળેલ છે અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યારે મળશે તે પણ નક્કી નથી. ત્યારે જી.એસ.ટી.આર.૩ બી ભરવાની મુદતમાં કરાયેલ વધારામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ નથી. જે આશ્ચર્યજનક હકીકત હોવાનું જણાય છે. ત્યારે આ હકીકત પાછળ કાં તો કેન્દ્રીય ડાયરેક્ટ બોર્ડના રેકર્ડ ઉપર દેવ ભૂમિ દ્વારકા જિલ્લો હોવાનું નોંધાયેલ નહી હોય અને અગાઉના આ વિસ્તારનો સમાવેશ જે જામનગર જિલ્લામાં થતો તેમ માની આ નોટીશિફિકેશન બહાર પાડવામાં આવેલ હોય શકે છે અથવા રાજ્ય સરકારના આ વિભાગ દ્વારા આ જિલ્લો પણ વાવાઝોડાગ્રસ્ત થવા અંગેનો અહેવાલ સમયસર મોકલવામાં ના આવ્યો હોવાની કે આખો આ નવો જિલ્લો કાર્યરત હોવાનું ભુલાઈ ગયું હોવાની પણ શક્યતા નાકારી શકાતી નથી. ત્યારે આ પ્રશ્ને વ્યાપારી સંગઠનો દ્વારા તાત્કાલિક રજૂઆત કરી આ નોટીશિફિકેશનનો લાભ આપવાની માંગણી વ્યાપારીઓમાં ઉઠયાનું બહાર આવેલ છે.