જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજી મોંઘા : ગૃહિણીઓના બજેટ ઉપર અસર

0

સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવો રાતોરાત વધી જતા ગૃહિતીનું બજેટ ખોરવાઈ ગયું છે. વાવાઝોડા બાદ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. વાવાઝોડાની અસરથી વરસાદ વરસતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થયું હતું. જેની સીધી અસર આવકમાં થઇ છે અને આવક ઘટતા ભાવમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. જેમાં આદુના પ્રતિમણ રૂપિયા ૨૮૦૦ થી ૩૦૦૦, ટમેટાના ૧૩૦૦ થી ૧૪૦૦ નોંધાયા હતા. આમ શાકભાજીના ભાવમાં દિવસે- દિવસે વધારો જાેવા મળશે. આ અંગે યાર્ડના સેક્રેટરી દિવ્યેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે,વાવાઝોડાની અસરથી વરસાદ વરસતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થયું હતું. જેની સીધી અસર આવકમાં થઇ છે અને આવક ઘટતા ભાવમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. હાલ યાર્ડમાં આદુના ભાવ પ્રતિમણ રૂપિયા ૨૮૦૦ થી ૩૦૦૦, ટમેટાના ભાવ રૂપિયા ૧૩૦૦ થી ૧૪૦૦ નોંધાયા હતા. આને લીધે ખેડૂતોને પણ નુકશાન થયું છે. શાકભાજીના ભાવમાં હજુ પણ વધારો થશે તેવું જાેવા મળી રહ્યું છે.ભાવ વધતા જ ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. અને ગલી- ગલીમાં જઇને શાકભાજી વેચતા લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. જે અંતર્ગત હાલ યાર્ડમાં આદુ ટમેટા ઉપરાંત લીલા વટાણા, ચોળી, ગુવાર સહિતના શાકભાજીમાં ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. જયારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ૩ દિવસમાં બટેટાની સૌથી વધુ આવક જાેવા મળી હતી. જેમાં તા.૨૩ જૂને બટેટા ૫૮૧ કિવન્ટલ આવક, ટમેટા ૮૪ કિવન્ટલ, તા. ૨૪ જૂને બટેટાની ૧૧૭ કિવન્ટલ, ટમેટાની ૫૪ કિવન્ટલ અને આદુની ૧ કિવન્ટલ આવક તેમજ તા.૨૬ જૂને બટેટાની ૧૨૪ કિવન્ટલ, ટમેટાની ૧૨૭ કિવન્ટલ અને આદુની ૬ કિવન્ટલ આવક નોંધાઇ હતી. જેમાં પ્રતિમણ ટમેટા અને આદુના ભાવ વધારે નોંધાયા હતા.

error: Content is protected !!