ગીર-સોમનાથમાં બીજા દિવસે અવિરત મેઘસવારી : સુત્રાપાડામાં ૬, ઉના-વેરાવળમાં ૪-૪ ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

0

જિલ્લાના છેએય તાલુકાઓમાં ૨.૫ થી ૬ ઈંચ સાવર્ત્રિક વરસાદથી નદી-નાળાઓમાં નવા નીર વહેતા થયા : વેરાવળ અને ઉનાની બજારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકોએ મુશ્કેલી અનુભવી

ગીર-સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે સાવર્ત્રિક વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી. જિલ્લાના છએય તાલુકામાં અઢીથી લઈને ૬ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં ૬ ઈંચ (૧૪૭ મીમી) તો સૌથી ઓછો ગીરગઢડામાં ૨.૫ ઈંચ(૬૩ મીમી) વરસાદ વરસ્યો છે. જ્યારે ઉનામાં ૪.૫ ઈંચ(૧૧૦ મીમી), વેરાવળમાં ૯૭ મીમી(૪ ઈંચ), તાલાલામાં ૩.૫ ઈંચ(૯૦ મીમી) અને કોડીનારમાં ૩.૫ ઈંચ(૮૪ મીમી) વરસાદ વરસ્યો છે. પ્રથમ મેઘરાજાએ ઉના શહેર પંથકને ધમરોળયા બાદ બપોરના બેએક વાગ્યાથી બાકીના પાંચેય તાલુકાઓમાં વારાફરતી ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોની અનેક નદી-નાળાઓમાં નવા નીર ધસમસતા થયા જાેવા મળતા હોવાની સાથે રસ્તાઓ પણ વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હતી. ગઈકાલ સવારથી ધાબળિયા વાતાવરણ વચ્ચે સતત ધીમીધારે વરસી રહેલા વરસાદના પગલે બજારો પણ સુમસામ જાેવા મળી રહી હતી. તો સતત બર દિવસથી પડી રહેલા સારા વરસાદના પગલે ખેડુતો વાવણી કાર્યમાં જાેતરાઈ ગયા હતા.
વેરાવળની બજારોમાં અને મંદિરમાં પાણી ભરાયા
સતત બીજા દિવસે જિલ્લા મથક વેરાવળ સોમનાથ શહેર પંથકમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. ગઈકાલે સવારથી જ ધાબળિયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસી રહેલ અને બપોરે બે વાગ્યાથી શરૂ થયેલ અનરાધાર મેઘસવારીએ સાંજે છ વાગ્યા સુધીમાં એક ધારે ૪ ઈંચ જેટલું પાણી વરસાવી દેતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરની મુખ્ય બજારો ગાંધીચોક, સુભાષ રોડ, લોહાણા હોસ્પીટલ રોડ, તપેશ્વર મંદિર રોડ, બસ સ્ટેશન રોડ, પાલીકા કચેરી રોડ ઉપર ગોઠણડુબ પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે પડેલા ભારે દ્રશ્યો બાદ જાેવા મળેલ પરિસ્થિતિએ પાલીકાની કાગળ ઉપર થયેલ પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખ્યાની લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. તો પાણી નિકાલની કામગ ન કરેલ હોવાથી સટ્ટાબજારમાં આવેલ તપેશ્વર મંદિરની અંદર વરસાદી સાથે ગટરના પાણી ભરાઈ જતા તંત્ર ઉપર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા હતા.

error: Content is protected !!