યાત્રાધામ દ્વારકામાં ગુરૂપૂર્ણિમાંના ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપુર

0

વહેલી સવારે જગત મંદિર ખુલ્તા છપ્પનસિડી સ્વર્ગ દ્વારે ભક્તોની કતારો લાગી

યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પુનમ(ગૂરૂપૂર્ણીમા)ના દિવસે ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી પવિત્ર ગોમતી ઘાટે સ્નાન કરવા તેમજ મંદિર પરીસર મોક્ષ દ્વાર તેમજ છપ્પન સિડી સ્વર્ગ દ્વાર પાસે ઠાકોરજીના દર્શન કરવા ભાવિકોની લાંબી કતારો લાગી હતી. ગુરૂ પુનમ હોય વારદાર પુજારી દ્વારા દ્વારકાધીશજીને અલૌકિક શણગારની ઝાખી કરવામાં આવી હતી. જગત મંદિર પરીસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાવિકો દુર દુર વિસ્તારોમાંથી રેલ્વે બસ તેમજ પ્રાઇવેટ વાહનો લૈઇ દ્વારકાધીશ જગત મંદિરે પુનમ ભરવા પહોચ્યા હતા. હજારો ભક્તોએ ગૂરૂપૂર્ણિમાને દિન કાળિયા ઠાકોરના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા.

error: Content is protected !!