ચોમાસાની ઋતુમાં કાળઝાળ ગરમી સાથે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પકવાડિયા પૂર્વે ત્રાટકેલા વાવાઝોડા અને ત્યાર બાદ વરસેલા વરસાદની સીધી અસર લીલા શાકભાજી ઉપર પડી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવો આસમાનને આંબતા થયા છે. લીલોતરી શાક ૧૦૦ રૂપિયા ઉપર પહોંચતા ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલ ચોમાસાના દિવસોમાં માર્કેટમાં શાકભાજીની ઓછી આવક વચ્ચે હજુ પણ થોડો સમય આ પરિસ્થિતિ બની રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

error: Content is protected !!