Sunday, September 24

ખંભાળિયાના ધરમપુરનો યુવાન હૃદયરોગનો ભોગ બન્યો : ભારે અરેરાટી

0

૨૬ વર્ષના યુવાનના દિવાળીએ લગ્ન થવાના હતા

ખંભાળિયા પંથકના નાની વયના યુવાનો હૃદય રોગના કારણે મૃત્યુ થવાના બનાવો વધતા લોકોમાં ભારે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે રહેતો પ્રશાંત પ્રવીણભાઈ કણજારીયા નામનો ૨૬ વર્ષનું યુવાન મંગળવારે મિસ્ત્રી કામ કરી રહ્યો હતો, તે દરમ્યાન તેના પિતાની નજર સામે તેને હૃદયરોગનો હુમલો આવી જતા તે ઢળી પડ્યો હતો. આથી તાકીદે તેને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબોએ તેનું મૃત્યું નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે તેમના અંતરંગ પરિવારજનોના જણાવ્યા મુજબ સગાઈ થયા બાદ દિવાળી પછી આ યુવાનના લગ્ન થવાના હતા. તે પૂર્વે આ કરૂણ બનાવ બનવા પામ્યો છે. અહીંની વિજય ચેરીટેબલ હાઇસ્કુલમાં અભ્યાસ ચૂકી કરી ચૂકેલો આ તેજસ્વી વિદ્યાર્થી હૃદયરોગના હુમલાના કારણે અવસાન પામતા ધરમપુર વિસ્તાર સાથે સમગ્ર સતવારા સમાજમાં ભારે શોક સાથે અરેરાટી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા પંથકમાં આ પૂર્વે પણ હૃદયરોગના હુમલાના કારણે વિપ્ર યુવાન તથા રઘુવંશી યુવાનના અપમૃત્યુંના બનાવો બન્યા છે. ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવોથી લોકોમાં ચિંતાનું પ્રમાણ વધી ગયું છે.

error: Content is protected !!