ટુપણી ગામના રહેવાશી આલાભાઈ નથુભાઈ ગોધમ(ઉ.વ.૨૫)ને ઝેરી સાંપ કરડતા દ્વારકા ૧૦૮ની ટીમ ઈએમટી નિકુંજ જાદવ, પાયલોટ રોહિતભાઈને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચતા ઝેરની અસર વધારે જણાતા એમ્બ્યુલન્સમાં જ Anti snake venomનો ડોઝ આપી દર્દીનો જીવ બચાવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક દ્વારકા સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા.