જૂનાગઢમાં પુત્રએ પોતાની માતાના ફ્લેટનો લોક લુહાર પાસે ખોલાવી અને ઘરમાં ધૂસી જઇ સગી જનેતાને ધમકી આપતા પોલીસે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં ગિરીરાજ સોસાયટી વિસ્તારમાં આવેલ આશ્રેય એપાર્ટમેન્ટમાં રહેતા દક્ષાબેન રમેશભાઇ મારૂ ઉ.૫૩ નામના પ્રૌઢા ત્રણ માસ અગાઉ પતિ રમેશ રામદેભાઇ અને પુત્ર ભુમિન ઉ.૨૭ સાથે વડોદરા ખાતે રહેતા હતા. પરંતુ દિકરો ભુમિન પોતાના મોજશોખ માટે માતા દક્ષાબેન પાસે અવાર- નવાર પૈસાની માંગણી કરીને માથાકૂટ કરતો હતો આથી મહિલા કંટાળીને એકલા જૂનાગઢ ખાતેના ફ્લેટ ઉપર ૩ માસથી રહેવા આવી ગયા હતા. આ દરમિયાન સવારે પુત્ર ભુમિન અને પતિ રમેશભાઇ બંન્ને દક્ષાબેનના ફ્લેટ ઉપર આવ્યા હતા અને દરવાજાે ખોલવાનું કહ્યું હતું. ૫રંતુ પ્રૌઢાએ દરવાજાે નહીં ખોલતા ભુમિને લુહારને બોલાવીને ફ્લેટનો લોક ખોલાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ મહિલાએ જાણ કરતા પોલીસે સ્થળ પર દોડી આવી પુત્ર ભૂમિનની ધરપકડ કરી હતી. અને ફરીયાદના આધારે આ કળીયુગી શ્રવણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સિવીલ હોસ્પિટલ મેડિકલ કોલેજના પાર્કિંગમાંથી મોટરસાઈકલની ચોરી
જૂનાગઢના જાેષીપરા શાંતેશ્વર, રામનગર સામે, બ્લોક નં-૭માં રહેતા ચિમનભાઈ નાગજીભાઈ શીંગાળા(ઉ.વ.પ૬)નું મોટરસાઈકલ નંબર જીજે-૧૧-એએલ-૬૯૦૬ નંબરનું રૂા.૩૦ હજારની કિંમતનું સિવીલ હોસ્પિટલ મેડિકલ કોલેજના પાર્કિંગમાં પાર્ક કરેલ હતું. તે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુનો નોંધી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના જાેષીપરામાં વ્યાજના પૈસા ચુકવી દીધા હોવા છતાં મકાન અને કાર લખાવી લેવા અંગે ફરિયાદ
જૂનાગઢના જાેષીપરા શાકમાર્કેટ, શિવનગર સોસાયટી, બ્લોક નં-પમાં રહેતા દિપેશભાઈ સુરેન્દ્રસિંહ ગોહિલ(ઉ.વ.૩૮)એ હરેશભાઈ લાઠીયા રહે.જાેષીપરા અને રોહનભાઈ શામળા રહે.ગાંધીગ્રામ જૂનાગઢ વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આ કામના આરોપી નં-૧ પાસેથી અલગ-અલગ રીતે જરૂરત મુજબ કુલ રૂા.૬,૦૦,૦૦૦ વ્યાજે લીધેલ જે રૂપીયા મુદલ સાથે વ્યાજ સહિત આપી દેવા છતાં પણ હજુ વ્યાજ પેટે કુલ રૂપીયા ૭,૦૦,૦૦૦ની વ્યાજની માંગણી કરી આ રૂપીયા બળઝબરીથી કઢાવવા હેરાનપરેશાન કરતા હોય તેમજ આરોપી નંબર-ર પાસેથી ફરિયાદીએ ઉંચા વ્યાજે રૂા.ર,૦૦,૦૦૦ જેટલી રકમ લીધેલ હોય જેનું વ્યાજ પેટે રૂા.૧,૮૦,૦૦૦ જેટલી રકમ ચુકવી દીધા છતાં આરોપી બળજબરીથી મુદલ રકમ તથા વ્યાજની રકમ કઢાવતા હોય અને આરોપી નંબર-રનાઓએ ફરી પાસેથી મકાન તથા ફોરવ્હીલ કારના લખાણો વ્યાજ પેટે લખાવી લઈ બંને આરોપીઓએ અલગ-અલગ રીતે ફરિયાદીને હેરાન પરેશાન કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદ તાલુકાના શેરગઢ ગામની મહિલાને અગાઉના મનદુઃખ સબબ જાનથી મારી નાખવાની ધમકી
કેશોદ તાલુકાના શેરગઢ ગામના સવિતાબેન કાંતીભાઈ વાળા(ઉ.વ.પ૦)એ કેશોદ તાલુકાના કરેણી ગામે રહેતા કેતનભાઈ જેઠાભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી બહેન સાહેદો તેઓની મોટર સાઈકલ લઈ કેશોદથી શેરગઢ તેઓના ગામે જતા હતા તે દરમ્યાન કરેણી ગામે રોડ ઉપર પહોંચતા આ કામના આરોપી તેઓની મોટર સાઈકલ લઈ ઉભેલ હોય જેઓએ ફરીયાદી તથા સાહેદની મોટરસાઈકલ રોકાવી ફરીયાદીના પતિએ આ કામના આરોપી વિરૂધ્ધ અગાઉના કેસમાં કોર્ઠમાં જુબાની આપેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી ફરીયાદી સ્ત્રી બહેનને બ્લાઉસમાં હાથ નાખી બ્લાઉસનું બટન તોડી તથા ફરીયાદી બહેનનો હાથ પકડી પોતાના તરફ ખેંચી છેડતી કરી શરીરે ફરીયાદી તથા સાહેદોને ઢીકાપાટુંનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જી. કારાવદરા ચલાવી રહ્યા છે.